વાળને લાંબા અને કાળા કરવા માટે તમે મહેંદીની સાથે હિના અને શિકાકાઈ મિક્સ કરીને પ્રયોગ કરો. આ 2 વસ્તુ મિક્સ કરીને મહેંદી લગાવવાથી તમારા વાળની અનેક સમસ્યાઓ ખતમ થઈ જાય છે. સાથે જ તમારા વાળ સિલ્કી અને શાઈની બને છે. વાળનો ગ્રોથ પણ ઝડપથી વધે છે. આ મહેંદી તમારે મહિનામાં 2 વાર લગાવવી જોઈએ.

તમારા વાળ સફેદ અને બેજાન થઈ ગયા છે તો તેને સ્વસ્થ કરવા માટે તમે મહેંદીમાં હિના અને શિકાકાઈ મિક્સ કરીને લગાવી શકો છો. આ તમારા વાળને નવું શાઈનિંગ આપે છે અને સાથે જ તેને લાંબા અને કાળા બનાવે છે.

આ રીતે તૈયાર કરો તમારી મહેંદી:- 

સૌ પહેલાં મહેંદી પાવડર લો અને તેમાં યોગ્ય માત્રામાં હિના અને શિકાકાઈ પાવડર મિક્સ કરો. હવે તેમાં પાણી મિક્સ કરતા જાવ અને તેની પેસ્ટ બનાવી લો. અન્ય એક વાસણમાં બદામનું તેલ ગરમ કરો અને તેને પણ મહેંદીમાં મિક્સ કરી લો. હવે આ મહેંદીને થોડી વાર રહેવા દો.

વાળ ખરતા થશે બંધ:- 

2 કે 3 કલાક બાદ આ મહેંદીને વાળના મૂળથી વાળના છેડા સુધી લગાવો. આ મહેંદી લગાવીને તડકામાં બેસવાથી લાભ મળે છે. વાળ કાળા અને મજબૂત બને છે. સાથે જ સફેદ વાળમાં પણ લાભ મળે છે. વાળ ખરવાની સમસ્યા હોય તો તે પણ કાયમ માટે દૂર થાય છે.