ડભોઈ, તા.૨૪
ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે ડભોઈ તાલુકાના ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી જેથી ખેડૂતોને ૮ કલાક વીજળી મળે તે માટે ઊર્જા અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ રજૂઆત કરી હતી. ડભોઇ સહિત ગુજરાતના ખેડૂતોને પાક લેવામાં બાધા ન આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે. જ્યારે ઊર્જામંત્રી દ્વારા પણ ખેડૂતોને પૂરતો સમય વીજળી મળે તેની ખાતરી આપી હતી.ડભોઇ તાલુકાના ગામોમાં ખેડૂતોને પૂરતી વીજળી ઉનાળામાં મળતી ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષની લાગણી છે. આ પ્રશ્ન સમગ્ર ગુજરાતમાં છે. ત્યારે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ડભોઇના ખેડૂતોને હાલાકી ના પડે અને ઉનાળુ પાક સારી રીતે લઈ શકે તે માટે આજરોજ ગાંધીનગર ખાતે નાણા અને ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈને મળીને લેખિત રજૂઆત કરી હતી.