વડોદરા : ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓની વાત અલગ હોય છે પણ જે સેલ્ફ ફાઈનાન્સ ખાનગી પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રશ્નો અલગ હોય છે. ખાનગી સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ ફક્ત ફી ઉપર ચાલતી હોય છે ત્યારે ખાનગી શાળાઓની મુશ્કેલીઓ પણ સમજવી જાેઈએ અને તેમના પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ લાવવવાની રજૂઆત ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કરી હતી.
વિધાનસભામાં ચર્ચા દરમિયાન ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ જણાવ્યું હતું કે, સરકારે ગુજરાત રાજ્યના શિક્ષણ માટે ૩૨૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે જે ખૂબ મોટી સિદ્ધિ છે અને આટલી માત્રામાં નાણાં શિક્ષણક્ષેત્રે સૌ પ્રથમવાર જ ફાળવવામાં આવ્યા છે. સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રે ખૂબ જ મૂળભૂત કામગીરી કરવામાં આવી છે જેના દ્વારા શિક્ષણક્ષેત્રે ગુજરાત સતત હરણફાળ ભરી રહ્યું છે, સાથે સાથે અત્યારના જે સંજાેગો છે એમાં ખાનગી શાળાઓને ક્રિટિસાઈઝ કરવામાં આવે છે. ખાનગી શાળાઓના પણ કેટલાક પ્રશ્નો છે. હું પણ શાળા સાથે સંકળાયેલો છું અને ખાનગી શાળાના સંચાલક તરીકે મારી રજૂઆત છે કે સંચાલકોને એકવાર સાંભળો અને એમના જે કાયદેસરના અને સાચા પ્રશ્નો છે એની ઉપર ધ્યાન આપવામાં આવે. કારણ કે, જે ખાનગી શાળાઓ છે એને હાઈકોર્ટના કહ્યા બાદ ફી લેવાની વાત કરવામાં આવી પણ પહેલાં ફી લેવાની નહીં અને શાળાના શિક્ષકોને પૂરેપૂરો પગાર આપવાનો. ખાનગી સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ ફકત ફી ઉપર ચાલતી હોય છે ત્યારે આ બધી મુશ્કેલીઓ એમની પણ સમજવી જાેઈએ અને સરકારે એના માટે કંઈક વિચારવું જાેઈએ. ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓની વાત અલગ હોય છે પણ જે સેલ્ફ ફાઈનાન્સ ખાનગી પ્રાથમિક શાળા હોય કે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ હોય એ તમામના પ્રશ્નો અલગ હોય છે અને એના માટે પણ જે એસોસિયેશન છે એ આપ સમય આપો તો આપની સાથે ચર્ચા કરવા તૈયાર છે અને એમના પ્રશ્નો સાંભળીને એનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી હતી.
શહેર કોંગ્રેસે ધારાસભ્યના નિવેદનને વખોડયું
વડોદરા શહેર કોંગ્રેસના પ્રવક્તા શ્વેતા મહેતાએ કહ્યું હતું કે, જ્યારે ખાનગી શાળા, ગુજરાત સરકાર દ્વારા બંધ કરાવેલી પ્રવેશ ફીની ઉઘરાણી કરતા હતા ત્યારે વાલીઓના વહારે કોઈ ધારાસભ્ય કેમ ન આવ્યા?
Comments