શ્રીનગર-

કાશ્મીરમાં સોમવારે સાંજે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે તેવું ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મીડિયા એજન્સીઓને જણાવ્યું હતું. બુધવારે રાત્રે અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના મોત બાદ સાવચેતીના પગલાંરૂપે કાશ્મીરમાં ઈન્ટરનેટ અને વોઈસ કોલિંગ સેવાઓ પર રોક લગાવવામાં આવી હતી. શુક્રવારે ગિલાનીના મોત પણ સ્થિતિ શાંતિપૂર્ણ રહેતા વોઇસ કોલિંગ અને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. જો કે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ ચાલું રાખવામાં આવ્યો હતો. સોમવાર સાંજે કાશ્મીરમાં મોબાઈલ ઈન્ટરનેટ સર્વિસ ફરી શરૂ કરવામાં આવશે. બુધવારે અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નિધન બાદ સાવચેતીના પગલાંરૂપે કાશ્મીરમાં ઈન્ટરનેટ અને વોઈસ કોલિંગ સેવાઓ બંધ કરવામાં આવી હતી.