પૂણે-

પૂણેમાં ભાજપના એક કાર્યકર્તાએ સ્વખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું છે. આ ભાજપ કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે જે વ્યક્તિએ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કર્યું છે. તેમના માટે એક મંદિર હોવું જોઈએ. આ માટે મેં પોતાના પરિષરમાં આ મંદિર બનાવવાનો નિર્ણય કર્યો હતો. ભાજપના કાર્યકર્તા મયુર મુંડેએ પૂણેના ઔંધ વિસ્તારમાં આ મંદિર બનાવ્યું છે. ભાજપના આ કાર્યકર્તાએ કહ્યું હતું કે, વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ વિકાસના અનેક કામ કર્યા છે અને જમ્મુ-કાશ્મીરમાં કલમ- 370 હટાવી, રામ મંદિર બનાવવા અને ત્રણ તલાક જેવા મુદ્દાઓ પર કામ કર્યું છે. એટલે જ તેમના કામથી પ્રભાવિત થઈને તેમનું મંદિર બનાવ્યું છે. ભાજપના કાર્યકર્તાઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક આદર્શ છે. ત્યારે અનેક કાર્યકર્તાઓ વડાપ્રધાન પર અલગ અલગ રીતે પ્રેમ વરસાવતા હોય છે. તો હવે પૂણેમાં પણ ભાજપના એક કાર્યકર્તાએ સ્વખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું છે, જેમાં વડાપ્રધાનની મૂર્તિ પણ રાખવામાં આવી છે. જોકે, લોકો માટે આ એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.