દિલ્હી-

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. આજે રાહુલ ગાંધીએ ખાનગીકરણના મુદ્દે સરકારને ઘેરી હતી.તેમણે કહ્યું હતુ કે, ઓછામાં ઓછુ શાસન અને વધારેમાં વધારે ખાનગીકરણ કરવુ તે આ સરકારની નીતિ છે.

તેમણે દાવો કર્યો હતો કે, કોરોનાનુ તો બહાનુ છે, હકીકતમાં કોરોનાના નામે આ સરકાર સરકારી ઓફિસોમાંથી કાયમી કર્મચારીઓની બાદબાકી કરવા માંગે છે, યુવાઓના ભવિષ્ય સાથે રમત કરવા માંગે છે અને પોતાના મિત્રોને આગળ વધારવા માંગે છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે, કોરોનાના નામે આ સરકાર નવી નોકરીઓ પર રોક લગાવી રહી છે.આ દેશમાંથી વિકાસ ગાયબ છે અને સાથે સાથે પાંચ ટ્રિલયન ડોલરની ઈકોનોમી બનાવવાની વાતો પણ ગાયબ થઈ ગઈ છે.સામાન્ય માણસની આવક, દેશની સુરક્ષા પણ ગાયબ છે અને સવાલ પૂછીએ તો સરકારનો જવાબ પણ ગાયબ છે.