ન્યૂ દિલ્હી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાશી પહોંચ્યા છે. અહીંથી તે હેલિકોપ્ટર દ્વારા બીએચયુ પહોંચ્યા હતા. અહીં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કર્યું. આ વર્ષે વડા પ્રધાનની વારાણસીની આ પ્રથમ મુલાકાત છે, જ્યારે વડા પ્રધાન બન્યા બાદ 27 મી વખત અહીં પહોંચ્યા છે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કાશીમાં છે. અહીં વડા પ્રધાને જાપાન અને ભારતની મિત્રતાના પ્રતીક રૂદ્રાક્ષ કન્વેશન સેન્ટર સહિત કુલ 1475.20 કરોડ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે.


વડા પ્રધાન વારાણસીમાં લગભગ 5 કલાક રોકાશે. મોદી દેવ દિવાળી પર 8 મહિના પહેલા કાશી આવ્યા હતા. બુધવારે વડા પ્રધાને કાશી મુલાકાતને લઇને સોશ્યલ મીડિયા પર ટ્વીટ કર્યું હતું. જેમાં રુદ્રાક્ષ કન્વેશન સેન્ટર, મધર ચાઇલ્ડ હેલ્થ વિંગ જેવી નવી ભેટોના ફોટા શેર કરાયા હતા. આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન ત્રણ સ્થળોએ લગભગ 70 મિનિટનું ભાષણ આપશે.