અયોધ્યા-

પીએમ મોદીએ  આજે રામ મંદિરનું ભૂમિ પૂજન  કરતીને આધારશિલા રાખી હતી. આ સાથે જ રામ મંદિર નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે સરસંઘ ચાલક મોહન ભાગવતે પ્રાસંગિક સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મોહન ભાગવતે જણાવ્યું હતું કે, મંદિર નિર્માણ માટે જવાબદારી સોંપી દેવામાં આવી છે. અહીં ભવ્ય મંદિર બનશે. પરંતુ એની સાથે સાથે આપણે આપણા મનમંદિરમાં અયોધ્યા બનાવવાની છે. આ પ્રસંગે મોહન ભાગવતે રામ મંદિર આંદોલનના પાયામાં રહેલા બીજેપી નેતા અડવાણીને યાદ કર્યા હતા. નોંધનીય છે કે અડવાણી આ કાર્યક્રમમાં હાજર રહ્યા નથી. તેઓ વીડિયો કૉન્ફરન્સિંગથી આ કાર્યક્રમને નિહાળી રહ્યા છે.

મોહન ભાગવતે જણાવ્યુ હતું કે, "આનંદની ક્ષણ છે. અનેક રીતે આનંદ છે. એક સંકલ્પ લીધો હતો. અમે જે સંકલ્પ પૂર્ણ કર્યો તેનો આનંદ છે. અનેક લોકોએ આ માટે બલિદાન આપ્યું છે. એ તમામ લોકો પણ સૂક્ષ્‍મ રીતે હાજર છે. એવા લોકો પણ છે જેઓ અહીં આવી નથી શક્યા. અડવણીજી આ કાર્યક્રમને જોઈ રહ્યા હશે. અનેક લોકોને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોલાવી નથી શકાય. સદીઓની આશા પૂરી થયાનો આનંદ છે. સૌથી મોટો આનંદ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે જે આત્મવિશ્વાસની જરૂર હતી અને જે આત્મભાવની જરૂર હતી તેનું અનુષ્ઠાન બનાવવાનો શુભારંભ થઈ રહ્યો છે. આ એક ઉત્સાહ છે."