અમદાવાદ-

મિસ્ટ્રી મોનોલિથ વિશે સૌ કોઈ પહેલી વખત જાણતું હશે, તેવામાં અમદાવાદ માં થલતેજના ગાર્ડનમાં રાતોરાત સ્ટીલનું સ્ટ્રક્ચર ખડકાઈ જતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. દુનિયામાં ૩૦ દેશોમાં આવું થઈ ગયું છે, ત્યારે કોઈ પરગ્રહ વાસી એલિયન્સ અમદાવાદના ગાર્ડનમાં મિસ્ટ્રી મોનોલિથ મૂકી ગયાની ચર્ચાઓ વહેતી થઈ હતી. પરંતુ હાલ થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની ગાર્ડનમાં આ રહસ્યમય સ્ટ્રક્ચરને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખુલાસો કરી દેવામાં આવ્યો છે.

એએમસીના ખુલાસા પ્રમાણે, થલતેજના સિમ્ફની ગાર્ડનમાં મુકવામાં આવેલું મોનોલિથ એ ખોટી અફવા છે, જે સ્ટ્રકચર હાલ તસવીરોમાં જાેવામાં આવી રહ્યું છે તે પથ્થર નથી, પરતું સ્ટીલમાંથી બનાવવામાં આવ્યું છે. તેના પર જે નંબરો લખવામાં આવ્યા છે, તે સ્ટીલના સ્ટ્રક્ચર પર લેટિટ્યૂટ નંબર લખવામાં આવ્યા છે. આ સ્ટ્રક્ચર એક ખાનગી કંપની દ્વારા મૂકવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલના ખુલાસા બાદ લોકોએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ હા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

મિસ્ટ્રી મોનોલિથનું સ્ટ્રક્ચર હાલ સામે આવ્યું છે જે સ્ટીલ ધાતુમાંથી બનાવવામાં આવ્યું છે અને ખાનગી બિલ્ડર દ્વારા બનાવી મુકવામાં આવ્યું છે. જેના પર લેટિટ્યુટ નંબર પણ લખવામાં આવ્યા છે. અને ટૂંક સમયમાં જ આ સ્ટ્રક્ચર ગાર્ડનમાંથી હટાવામાં પણ આવશે. તમને જણાવી દઈએ કે, ગઈકાલે મોનોલિથ થલતેજમાં જાેવા મળતા જાેવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌથી પહેલા નવેમ્બરમાં અમેરિકાના યુટાના રણમાં ૧૨ ફૂટનો મોનોલિથ દેખાયો હતો. પિલરમાં અરીસા જેવું પ્રતિબિંબ થઈ રહ્યું હતું. ત્યારે થલતેજ ગાર્ડનનો માળી પણ નથી જાણતો કે રાતોરાત આ પિલર ક્યાંથી આવ્યું.