ડભોઇ

ડભોઇ વડોદરા રોડ ઉપર ડભોઇ થી થૂવાવી જતાં એક ઇસમે પૂર ઝડપે હંકારી આગડ ચાલતા અજાણ્યા વાહન માં પોતાનું મોપેડ અથાડી દેતા તે ઈસમ નું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.

પોલીસે સ્થળ ઉપર પહોચી મૃતક ને સરકારી દવાખાન લઈ જઇ પી.એમ..માટે ની કાર્યવાહી કરી અકસ્માત ગુન્હો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.ડભોઇ થી વડોદરા રોડ ઉપર થૂવાવી ગામે રહેતા હુસેનશા પિરુશા દીવાન નાઓ પોતાની માલીકી ની એક્સેસ મોપેડ લઈ ડભોઇ થી થૂવાવી જઇ રહ્યા હતા તે અરસામાં આગડ ચાલતા આજાણ્યા વાહન ચાલક માં તુલસી હોટલ નજીક વિવેરા ટાઉનશિપ પાસે એક્સેસ મોપેડ અથાડતા તે રોડ ઉપર ફગોળાયા હતા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સ્થળ ઉપર જ મોત નીપજયું હતું જ્યારે ત્યાં થી પસાર થતાં થૂવાવી ગામ ના એક ઈસમ તેમણે ઓડખી જતાં તેમના પુત્ર ને જાણ કરતાં થૂવાવી થી તેમનો પુત્ર સ્થળ ઉપર આવી ગયો હતો અને પોલીસ ને જાણ કરતાં ડભોઇ પોલીસ દ્વારા મૃતક ને પી.એમ.ની કાર્યવાહી માટે સરકારી દવાખાન લઈ જવાયા હતા અને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.