મોરબી-

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં અને મોટાભાગે મેટ્રોસીટીમાં થી ગેરકાયદેસર કોલ સેન્ટરો પર પોલીસ દરોડા કરતી હોય છે, એવામાં મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટી બરાર ગામે ગેરકાયદે કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાની માહિતીને આધારે માળિયા પોલીસે અમદાવાદની એક યુવતી સહિત 9 આરોપીને ઝડપ્યાં છે. અને બ્રિટિશ નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાની વિગતો હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવી છે. સ્થળ ઉપરથી પોલીસે વિકાસ સુરેન્દ્ર ત્યાગી, મિરેશ જયેશ શાહ, જિતુ સબાસ્ટીન જ્યોર્જ, નરેન્દ્રસિંગ ચેનસિંગ રાઠોડ, ઉમેશ હરેશકુમાર હીરાનંદાની, રાજેશ રૂબન ટોપનો, આકાશ યશવંતકુમાર રાવલ, કૌશલ કિરીટ પટેલ, તથા રિમા દિનેશ સોલંકી રહે. તમામ અમદાવાદની અટકાયત કરવામાં આવી છે,

માળિયા પોલીસે ગત્ત રાતે મોટી બરાર ગામે એકલિંગ પેટ્રોલપંપ પાસે આવેલા મકાનમાં રેડ કરી હતી ત્યારે ત્યાં કેટલાક યુવાનો કામ કરતા જોવા મળ્યા હતા, જેથી કરીને તપાસ કરવામાં આવતાં ત્યાં ગેરકાયદે કોલસેન્ટર ચાલુ હોવાની માહિતી સામે આવી હતી, મકાનની તલાસી લેતાં ત્યાંથી અમદાવાદની એક યુવતી સહિત કુલ 9 વ્યક્તિઓ મળી આવ્યાં હતાં, જેથી કરીને પોલીસે લેપટોપ અને કમ્પ્યુટર મળીને લાખો રૂપિયાનો મુદામાલ કબજે આગળની તપાસ શરૂ કરી છે.