રાજકોટ-

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા અને મોરબી જીલ્લાના પોલીસ હેડ કવાર્ટર ખાતે એલઆરડી તરીકે ફરજ બજાવતા અનિલ દાનાભાઈ કરશનભાઇ ડાભી (ઉમર ૨૮) એ ગત મોડી રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં તેના ઘરે સાપકડા ગામે કેની પાસે રહેલ સર્વીસ પિસ્તોલમાંથી માથાના ભાગે ગોળી ધરબીને આપઘાત કરી લેતા નાના એવા સાપકડા ગામ અને મોરબી પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે કેમ કે મૃતક ુોલીસ જવાન હાલ ચૂંટણી ફરજમાં રોકાયેલ હોય અને ચુંટણી ઓબઝર્વરના કમાન્ડર તરીકે ફરજ બજાવતા હતા.

પોલીસ સુત્રોની પાસેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદના સાપકડા ગામે રહેતા અનિલ દાનાભાઈ ડાભી નામના ૨૮ વર્ષીય પોલીસ જવાન કે જે મોરબી જિલ્લા પોલીસમાં હેડ કવાટર ખાતે એલઆરડી તરીકે ફરજ બજાવતો અને હાલમાં તેને મોરબીમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ઉપરથી આવેલા ઓબઝર્વરના કમાન્ડો તરીકે મુકવામાં આવેલ હતા તેણે ગઇકાલના તેના ગામ હળવદના સાપકડા મુકામે રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં તેના રૂમમાં તેની પાસે રહેલ સર્વીસ પિસ્તોલમાંથી માથાના ભાગે ગોળી ધરબીને આપઘાત કરી લેતા નાના એવા સાપકજા ગામ તેમજ મોરબી જીલ્લા પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો અને પરીવારજનો હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટર કૌશલ પટેલે અનિલ ડાભી ને મૃત જાહેર કરેલ.અનિલ ડાભીના પરીવારજનોમાં માઁ-બાપ એક ભાઈ એક બેન છે.અનિલના લગ્ન બે વર્ષ પુર્વે લખતરના ધણાદ ગામે થયા હતા.અનિલ ડાભીના મોતથી પરિવાર માથે આભ તુટી પડ્યા હતા, ઘટનાની જાણ થતા મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા. ડીવાયએસપી રાધિકા ભારાઈ. હળવદ પી.આઈ પી.એમ. દેકાવાડીયા.પીએસઆઈ પી.જી.પનારા.પીએસઆઈ રામાનુજ.સહીતનો પોલીસકાફલો સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો, ધટનાસ્થળ ની મુલાકાત પણ લીધી હતી.મૂતક ની લાશ ને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ ખેસેડવામાં આવી હતી,ધટનાની વધુ તપાસ હળવદ પીઆઇ પી.એમ.દેકાવાડીયા ચલાવી રહ્યા છે.