નડિયાદ, તા.૧૪ 

ખેડા જિલ્લા પંચાયત નડિયાદ કચેરીના કાર્યક્ષેત્રમાં અને તાબામાં આવતી તમામ ગ્રામ પંચાયત અને જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૨૦૮ અને કલમ-૨૧૨ મુજબ ખેડા જિલ્લા પંચાયત નડિયાદએ ગ્રામ પંચાયત દ્વારા નાખવામાં આવેલાં વિવિધ વેરાઓ ઉપર ૧૦% જિલ્લા ઉપકર નાખવાનું ઠરાવ્યું છે. તા.૨૯ જૂન, ૨૦૨૦ની સામાન્યા સભામાં આ અંગે ચર્ચા કરી કાર્યવાહી કરવાનું ઠરાવેલ છે. આ અંગે જે કોઇ ઇસમો, નાગરિકો, મિલકત ધારકોને વાંધા કે સૂચનો રજૂ કરવાના હોય તો પંચાયત શાખા, પવનચક્કી રોડ, ખેડા જિલ્લા પંચાયત, નડિયાદના સરનામે આ નોટિસ પ્રસિદ્ધ થયાંના ૩૦ દિવસની અંદર અપીલ સમિતિ જિલ્લા પંચાયત, ખેડાને મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. આ અંગે કર અને ફી વર્ણવતા નિયમોનો વિગતવાર મુસદો ખેડા જિલ્લા પંચાયત કચેરી, તમામ તાલુકા પંચાયત કચેરી તથા તમામ ગ્રામ પંચાયત કચેરીના નોટિસ બોર્ડ પર જાેેવા મળશે, તેમ સચિવ, અપીલ સમિતિ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ખેડા જિલ્લા પંચાયત, નડિયાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.