સુરત, તા.૨૮ 

સુરતમાં કોરોનાનો કહેર યથાવત રહ્ના હતો. સંક્રમીત દર્દીઓની સંખ્યામાં રેકોડ ગતિએ વધારો થઈ રહ્યો છે. રોજ નવા વિક્રમ સ્થાપીત થઈ રહ્ના છે. સુરતમાં રવિવારે વધુ ૧૯૮ કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો ૪૮૪૫ ઉપર પહોંચી ગયો છે. રવિવારે આઠ મોત થયા હતા જેથી કુલ મોતનો આંકડો ૧૭૪ થયો હતો. નવસારીમાં નવા સાત કેસ આવ્યા હતા.

સુરતમાં ચાર તબક્કાના લોકડાઉન બાદ જાહેર કરવામાં આવેલા અનલોક-૧નો સમયગાળા કોરોના ખુબજ ધાતક પુરવાર થયો છે. અને કોરોના કેસમાં તીવ્રગતિએ વધારો નોંધાઈ રહ્ના છે. કોરોના પરિસ્થિતિ ગંભીર બની રહી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના બેડ ખુટ પડાવની આશંકા સાથે તંત્ર દ્વારા ૩૭ ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરી વધુ ૨૦૦૦ બેડની વ્યવસ્થા કરી છે. અને સીવીલ હોસ્પિટલમાંથી તબીબોના અભિપ્રાય બાદ ૧૪૦ જેટલા દર્દીઓને વિવિધ ખાનગી હોસ્પિટલમાં શીફ્‌ટ કરવામાં આવ્યા છે.

સુરતમાં કતારગામ ઝોનમાં સૌથી વધુ કેસ સપાટી પર આવી રહ્ના છે. કતારગામ ઝોને લિંબાયત ઝોનને ઓવરટેક કરી નાંખ્યો છે. શહેરમાં કોરોના સંક્રમીતોની સંખ્યામા વધારો થવાની સાથે બિલ્લીપગે મુત્યુઆંક પણ વધી રહ્ના છે. તંત્રે લાખો પ્રયાસ વચ્ચે રવિવારે વધુ ૧૯૧ કેસ સપાટી ઉપર આવ્યા છે. આ સાથે સુરત શહેર-જ્લિાલમાં માં પોઝિટિવ કેસના દર્દીઓની સંખ્યાનો આંકડો ૪૮૪૫ પર પહોંચ્યો છે અને અત્યાર સુધીમાં શહેરમાં ૧૭૪ દર્દીઓના મોત નિપજ્યા છે.

 ઓલપાડ ઃ ઓલપાડ તાલુકાના રહીશોના આરોગ્યની ચિંતામાં વધારો કરી રહેલ કોરોનાએ રવિવારે સ્મીમેર લેબ.માંથી કોરાના ટેસ્ટની ચકાસણીમાં તાલુકાના ૩ ગામના ૩ પુરૂષોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તાલુકામાં કુલ સંખ્યા ૯૩ સુધી પહોંચી જવા પામી છે. સૌરાષ્ટ્રવાસી રહીશોની શુભવિલા સોસાયટીમાં રહેતા ૫૩ વર્ષના આધેડ પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઉમરા ગામમાં ૨૦ દિવસમાં ૧૯ કોરોના પોઝિટિવ દર્દીઓનો રેકર્ડ નોંધાયો છે.જ્યારે ઓલપાડ ટાઉનના ઝાંપા ફળિયામાં રહેતા ૩૧ વર્ષના પુરૂષ અને કીમ ટાઉનની પંચવટી સોસાયટીમાં રહેતા એક ૪૫ વર્ષના પુરૂષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા રવિવારે તાલુકામાં કુલ ૩ પોઝિટિવ કેસો નોંધાયા છે.હાલ તો ૩૭ કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.