વડોદરા, તા.૬

સત્તાવાર કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક ૪૭ થયો હતો. આજે વધુ પાંચ દર્દીઓનાં કોરોના સંક્રમણમાં સપડાયેલા અને સારવાર લઈ રહેલાના મૃત્યુ થયા હતા. આ સાથે બિનસત્તાવાર દર્દીઓનો મૃત્યુઆંક ૧૦૦ પર પહોંચ્યો હતો. તદ્‌ઉપરાંત શહેરના વિવિધ ૧૨ વિસ્તારોમાંથી ૧૪૦ જેટલા શંકાસ્પદ કોરોના વ્યÂક્તઓનાં બ્લડના સેમ્પલો લેવામાં આવ્યાં હતાં. આ તમામ સેમ્પલોને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા હતા. સારવાર લઈ રહેલા ૭૪૧ દર્દીઓ પૈકી ૨૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ દર્દીઓની સંખ્યા ૭૬૭ પર પહોંચી હતી. વિતેલા ર૪ કલાક દરમિયાન મોતને ભેટેલા પાંચ દર્દીઓમાં એક મહિલાનો સમાવેશ થાય છે. સંખેડા તાલુકાના નાની છીપવાડમાં રહેતા શ્યામલાલ નટવરલાલ સોની શહેરની ગોત્રી હોસ્પિટલમાં રિફર કરાયા હતા, જ્યાં તેમના ટેસ્ટ માટે સેમ્પલ લીધા હતા. તે બાદ તેમનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે વહેલી સવારે મોત નીપજ્યું હતું. વારસિયામાં રહેતા લત્તાબેન કમલેશ લાલવાણી ડાયાબિટીસની બીમારી ધરાવતાં હતાં તેણીનો રિપોર્ટ આવે એ પહેલાં જ લત્તાબેન લાલવાણીનું મોત નીપજ્યું હતું. જા કે, તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. વાડી કુંભારવાડામાં રહેતા હિરાલાલ લાલચંદ્રનું, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તરસંગ ગામે રહેતા અજયકુમાર સામંતસિંહ બારિયાનું પણ મોત નીપજયુ હતું.  

રિલાયન્સ ફ્રેશના ચાર કર્મીઓને કોરોના 

શહેરના વાઘોડિયા રોડ પર આવેલ રિલાયન્સ ફ્રેશ મોલમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી ચાર કર્મચારીઓને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન આવતાં રિલાયન્સ ફ્રેશના સંચાલકોએ સ્ટોર બંધ કરી દીધો હતો. આ ચારેય કર્મચારીઓ અલગ અલગ વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે સેવાસદનની આરોગ્ય વિભાગની ટીમ રિલાયન્સ ફ્રેશ ખાતે પહોંચી હતી, જ્યાં આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

યુવાન સોનીનું મોત થતાં સોની બજાર બંધ રખાયું 

શહેરના હરણી વિજયનગરમાં રહેતા અને ઘડિયાળી પોળમાં સોનીની દુકાન ધરાવતા યુવાન સોની હિરેનભાઈનું કોરોનામાં મૃત્યુ થતાં સોની વેપારીઓમાં ઘેરાશોકની લાગણી વ્યાપી ગઈ હતી. એટલું જ નહીં, હિરેનભાઈ સોનીનું અકાળે મૃત્યુ થતાં તેમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે સોની એસોસિયેશન દ્વારા ઘડિયાળી પોળમાં આવેલ સોની વેપારીઓએ સોની બજાર બંધ રાખ્યું હતું. 

વધુ ૧૮ વિસ્તારો રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં 

પૂર્વ વિસ્તાર કુરેશી મહોલ્લો, જ્યુબિલી બાગ, મહેતા પોળ જ્યુબિલી બાગ, બકરીપોળ પાણીગેટ, સાંઈબાબા કોમ્પલેક્સ યાકુતપુરા, પાલ્મગ્રીન ડુપ્લેક્સ બાપોદ, પશ્ચિમ વિસ્તાર જલાનંદ ટાઉનશિપ ગોરવા, સહકાર સોસાયટી ગોરવા, એલેÂમ્બક કોલોની ગોરવા, ધૂપછાંવનગર દિવાળીપુરા, વૈકુંઠ ફલેટ સુભાનપુરા, અંકુર એપાર્ટમેન્ટ બ્લોક નં. ૩૫ સુભાનપુરા, ઉત્તર વિસ્તાર અમિતનગર સોસાયટી ફતેપુરા, શ્રી સ્કેવર ફલેટ શિયાબાગ, જવાહરબાગ એકતાનગર, સુવર્ણા એપાર્ટમેન્ટ નવાપુરા, આનંદવન સોસાયટી છાણી, દક્ષિણ વિસ્તાર રૂદ્રા કોમ્પલેક્સ કપુરાઈ અને ગોકુલ ટેનામેન્ટ કપુરાઈનો સમાવેશ થાય છે.