દિલ્હી-

વરસાદની રાહ સૌ કોઇને બેઠા હોય છે.પરંતુ દર વખતે ભારતના એક ખુણે વરસાદ તેનો કહેર વર્તાવતો હોય છે.ભુતકાળમાં એવા ઘણા ઉદાહરણ આપણે જોયા છે, ઉત્તરાખંડ જોઇ લો કે કેરળ કુદરતે તેનુ રોદ્ર સ્વરુપ બતાવ્યુ હતુ અને સમગ્ર જીવ સૃષ્ટીને હચમચાવી મુકી હતી.

2020 દરેક રીતે કાળમુખુ સાબિત થયુ છે. તેમાં પણ આસામ વાસીઓ માટે જાણે દુકાળમાં અધીકમાસ સાબિત થયો છે એક તરફ કોરોનાની આફત દેશની નિચોવી રહી છે તો દેશના પુર્વ તરફના સુંદર રાજ્ય આસામે કુદરતે પોતાનુ કહેર વર્તાવ્યું છે. છેલ્લા 15 દિવસથી આસામમાં અનાધાર વરસાદ વર્સી રહ્યો છે. જનજીવન ખતરામાં મુકાયુ છે.માણસોથી માંડીને જંગલી પ્રાણીઓની હાલત  કફોડી થઇ છે. બે દિવસ પહેલા જ સોશ્યલ મિડિયા પર એક વિડીયો વાઇરલ થયો હતો જેમાં કાંઝીરંગા અભયારણ્યના એક ગેંડાનો મૃતદેહ હાઇવે પર પડ્યો હતો.હજારો લોકોને પોતાના ગામમાંથી સ્થળાતંર કરવુ પડ્યું હતું.લાખો લોકો પોતાનુ જીવન ખતરામાં મુકીને એક જગ્યાએ થી બીજી જગ્યાએ જઇ રહ્યા છે ત્યારે હવે આસામના લોકો સરકાર પર મીટ માંડી બેઠા છે. કે આ ભારે વરસાદને પગલે થયેલી તારાજી સામે આર્થીક સહાય મળે જેથી આસામવાસીઓ ફરીથી બેઠા થઈ શકે

આસામના 28 જિલ્લાઓની હાલત સૌથી ખરાબ છે. લગભગ 36 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. પૂર અને ભૂસ્ખલનને કારણે 100 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.એવામાં આસામ પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને તેમની મદદ કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે આસામના લોકો ખૂબ મજબૂત છે અને નિશ્ચિતપણે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં આખો દેશ આસામની સાથે છે.

રાહુલ ગાંધીએ શનિવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પૂરનો એક વીડિયો અપલોડ કર્યો હતો. વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે આખો દેશ આસામની સાથે છે. આસામના લોકો તેમના મજબૂત સ્વભાવથી આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેઓ આ દુર્ઘટનામાંથી બહાર આવશે.

આસામમાં  પૂર સંબંધિત ઘટનાઓમાં વધુ 100 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યના 28 જિલ્લાના લગભગ 36 લાખ લોકો અત્યાર સુધી અસરગ્રસ્ત થયા છે. શુક્રવારે, આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એએસડીએમએ) એ એક સત્તાવાર બુલેટિનમાં જણાવ્યું હતું કે ધુબરી, દરંગ, બોંગાઇગાંવ, ગોલપરા અને કામરૂપ જિલ્લામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ગુરુવારે રાજ્યના 33 જિલ્લાઓમાં 27 જિલ્લાઓમાં 39.8 લાખથી વધુ લોકોને અસર થઈ હતી.