ભાવનગર-

ભાવનગરમાં કોરોનાના કેસોમાં ઝડપથી ઉછાળો આવતા તંત્ર ઊંધે માથે થયું છે અને કોરોનાને કેમ કાબુમાં લેવો તે માટે ચિંતિત બન્યા છે. ગઈકાલે એક જ દિવસમાં 100 થી વધુ પોઝિટિવ કેસ બહાર આવતા ભાવનગર શહેરમાં 190 જેટલા ક્ન્ટેઇનમેન્ટ જોન જાહેર કરવામાં આવ્યા છે.

ભાવનગર ઉપરાંત જિલ્લામાં પણ કેસ વધતા ત્યા પણ નવા ક્ન્ટેઇનમેન્ટ જોન અમલામાં મુકવામાં આવ્યાં છે, ભાવનગરમાં હવે જે આ પ્રકારનાં વિસ્તારો છે ત્યાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ધન્વન્તરિ રથ પણ મોકલવામાં આવ્યા છે અને સ્થાનિક કક્ષાએ જ લોકોની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. ભાવનગરનાં વિવિધ વિસ્તારોમાં આજે સવારથી આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ધન્વન્તરિ રથ સાથે તબીબોની ટીમે વિવિધ વિસ્તારોમાં ફરી તે લોકોને ટેમ્પરેચર, બ્લડ પ્રેસર, ધબકારા અને ડાયાબિટીસ જેવા રોગોનું નિરીક્ષણ કરીને સ્થળ ઉપર જ દવા આપવાની કામગીરી હાથ ધરી છે. આમ જોવા જઈએ તો લોકો સામાન્ય તાવ કે શરદીનાં કારણે સિવિલ હોસ્પિટલમાં જતા ગભરાતા હોય છે, તેવા લોકો માટે હવે સરકારે કોરોનાનાં કહેર વધતા ઘર આંગણે તપાસ શરૂ કરી છે.