અમદાવાદ-

ગુજરાતમાં અંદાજે 29 હજાર જેટલા એલોપેથી તબીબો સરકારની મિક્સોપથી નીતિના વિરોધમાં આજથી ભૂખ હડતાળ પર છે. મળતી માહિતી મુજબ સરકારે આયુર્વેદની ડિગ્રી ધરાવનારને સર્જરીની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. જેના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને 14 દિવસના આંદોલનનું એલાન કર્યું હતું. જો કે તબીબોના આંદોલનની અસર તબીબી સેવા પર નહીં પડે તેવો દાવો કરાયો છે. અને આંદોલન સમય દરમિયાન પણ તીબીબી સેવા યથાવત રહેશે. નિષ્ણાંતોનું માનવું છે કે આયુર્વેદમાં રહેલી શ્રેષ્ઠતમ સંભાવનાઓ અને સેવાના બહાર લાવવા સરકારે પ્રોત્સાહન આપવું જોઇએ. પરંતુ એલોપથી સાથે ભેળવીને બંને ચિકિત્સા પદ્ધતિ સાથે સંકળાયેલા લોકો વચ્ચે ખટરાગ સર્જાઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે દેશમાં એલોપથી તબીબોની સંખ્યા 12 લાખને પાર પહોંચી છે. ત્યારે સરકારના નિર્ણયમાં 14મી તારીખ સુધી તબીબો રાજ્યવ્યાપી વિરોધ નોંધાવશે.