વડોદરા, તા.૩૧ 

સાવલી તાલુકાના મંજુસર ગામે આવેલ જીઆઇડીસી ની ગણના એશિયાની સૌથી મોટી જીઆઇડીસી માં થાય છે અને આ પરિસરમાં વિવિધ બહુરાષ્ટ્રીય કંપનીઓ આવેલી છે અને તેમાં હજારો યુવકો નોકરી અર્થે આવે છે અને હજારો માલવાહક વાહનો દેશના ખૂણે ખૂણેથી અહીંયા આવે છે એવામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદના પગલે અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણી છોડાતા વિવિધ નદી નાળાઓ દ્વારા જીઆઇડીસી પરિસરમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાના મુખ્ય કારણ પૈકી આજુબાજુ બનેલી અસમતળ કેનાલ તેમજ ફેક્ટરીઓ દ્વારા પોતાના ના ગેટ પાસે પાણીના નિકાલ માટે ની ગટર અને કાંસ પૂરી દેતા પાણીનો નિકાલ અટકી ગયો હતો.

જોકે પાણી ભરાતા મોટાભાગની કંપનીઓમાં રજા જેવો માહોલ સર્જાયો હતો સાથે મોટાભાગની કંપનીઓમાં વીજળી પણ ડૂલ થઈ જવા પામી હતી આમ ઉપરવાસમાં છોડાયેલા પાણીને બદલે મંજુસર જીઆઇડીસી ની હાલત ભારે બદતર થઇ જવા પામી હતી અને એક અંદાજ પ્રમાણે આજના દિવસમાં ૫૦ કરોડથી વધુ નુકસાન થવાનો અંદાજ માંડવામાં આવી રહ્યો છે આ બાબતે જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ જે કે શર્મા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે જીઆઇડીસીમાં પાણી ભરાવાનો પ્રશ્ન ભારે વર્ષો જૂનો છે