દિલ્હી-

કોરોના રોધી રસીકરણ અભિયાન અંતર્ગત, દેશમાં લોકોને અત્યાર સુધીમાં 33 કરોડથી વધુ રસી ના ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો ને મફત કેટેગરી અને રાજ્યો દ્વારા સીધી ખરીદી દ્વારા, કોરોના રસીના 31.83 કરોડથી વધુ ડોઝ (31,83,36,450) પ્રદાન કર્યા છે.

આજે સવારે 8 વાગ્યા સુધીમાં કુલ વપરાશ 31,04,91,565 ડોઝ થયો છે. જયારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમા, રસીના 78 લાખથી વધુ ( 78,44,,885 ) ડોઝ હજી ઉપલબ્ધ છે. જે હજુ આપવાના બાકી છે. આ ઉપરાંત રસી ના 15,18,560 થી વધુ ડોઝ પ્રક્રિયામાં છે અને આગામી ત્રણ દિવસમાં તે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમા પૂરા પાડવામાં આવશે.