દિલ્હી-

દેશમાં કોરોના સંક્રમણ ની ગતિ રોકાવાનુ નામ નથી લઈ રહી. સતત ત્રીજા દિવસે કોરોનાના નવા કેસની સંખ્યા, ત્રણ લાખથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,46,786 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 2624 લોકોના મૃત્યુ કોરોનાથી થયા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે બહાર પાડેલા આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,66,10,481 કેસ કોરોનાના નોંધાયા છે. તે જ સમયે, આ રોગથી અત્યાર સુધીમાં 1,89,544 લોકો મૃત્યુ પામ્યા છે. જેમાં સક્રિય દર્દીઓની સંખ્યા 25,52,940 છે. આ સાથે રાહતના સમાચાર એ છે કે, કોરોનાથી અત્યાર સુધીમાં 1,38,67,997 દર્દીઓ સ્વસ્થ થયા છે.

પુન:પ્રાપ્તિ દર સતત ઘટી રહ્યો છે-

કોરોનાના વધતા જતા કેસો સાથે, રીકવરી દર ઘટતા ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 15 દિવસથી, દેશના પુન:પ્રાપ્તિ દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં દેશનો રીકવરી દર 83..48 ટકા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં, 17 લાખથી વધુ પરીક્ષણો લેવામાં આવ્યા -

દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.7 લાખથી વધુ કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. આઇસીએમઆર અનુસાર, 23 એપ્રિલના રોજ, 17,53,569 પરીક્ષણો લેવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 27,61,99,222 પરીક્ષણો કરવામાં આવ્યા છે.