વડોદરા ,૨૮

શહેરની સયાજી હોસ્પીટલમાં બાળ વિભાગ દ્વારા નવજાત શીશુ જે જન્મથી જ પોઝિટિવ આવ્યા હોય તેમના માટે એક અલાયદું સેન્ટર શરુ કરવામાં આવ્યુંછે.હાલમાં ૨૩ જેટલા બાળકો સારવાર લઈ રહ્યાછે.જેમાંથી બે બાળકોની હાલત વધું ગંભીર હોવાથી તેમનું મોત નીપજ્યું હતું. નવજાત શીશુંથી લઈને નાના બાળકોમાં પણ કેસ જાેવા મળી રહ્યા છે.ત્યારે સયાજી હોસ્પીટલના બાળ વિભાગમાં પણ નવજાત શીશુઓમાં સંક્રમણના લક્ષણો જાેવા મળ્યા છે.જેથી બાળ વિભાગ દ્વારા બાળકો માટે ૧૦ બેડ ઘરાવતો પીડીયાટ્રીક કોવિડ ફેસેલીટી ધરાવતું સેન્ટર શરુ કરવામાં આવ્યું.જેમાં ચેપની સંભાવના ઘરાવતા ૧૩૫ બાળકોની ચકાસણી બાદ ૬૪ પોઝિટિવ કેસ જાેવા મળ્યા હતા.જેમાં ૪૧ સામાન્ય લક્ષણો ધરાવતા બાળકોને હોમ આઈસોલેટ કરીને ઘરે જ સારવાર આપવામાં આવી હતી.જ્યારે બીજા ૨૩ બાળકોને હોસ્પીટલમાં જ દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી.આ ધટનાને અનુલક્ષીને ડાॅ.શીલા ઐયર જણાવેછેકે “ નવજાત બાળકોને તેમના વડીલોને કારણે જ ચેપ લાગે છે.અને હવે તો જાે માતા પોઝિટિવ હોય તો બાળક પણ પોઝિટિવ જ જન્મે છે.જે બાળકોમાં લોહીની ઉણપ, કુપોષણ, ન્યુમોનિયા જેવા લક્ષણો જણાંતા હોય તેમને ચેપ લાગવાની સંભાવના છે.