આણંદ : આણંદ જિલ્લામાં પ્રવર્તમાન કોરોના વાઇરસ (કોવિડ-૧૯) રોગચાળાની પરિસ્થિતિને ધ્યાને લઈ સંક્રમણ ન ફેલાય તે માટે સાવચેતીના પગલાંરૂપે કચેરીઓમાં બિનજરૂરી ભીડ ન થાય તે હેતુથી નાગરિક સંબંધિત સેવાઓ ડિજિટલ કરવામાં આવી છે. આ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ તથા મોબાઇલ એપ્લિકેશન ઉપર ઓનલાઇન અરજી કરી શકાય છે.  

આ પોર્ટલ ઉપર ૫૦થી વધુ નાગરિક સેવાઓ જેવી કે પીડીએસ (રેશનકાર્ડ સંબંધિત સેવાઓ), પ્રમાણપત્રો (જાતિ, આવક, વિધવા વગેરે) લાયસન્સ, ૫૦થી વધુ શિષ્યવૃત્તિ યોજનાઓ (મેટ્રિક પૂર્વ અને પોસ્ટ) તેમજ મોબાઇલ એપ્લિકેશન ઉપર ૪૦થી વધુ સેવાઓ ઉપલબ્ધ છે. આ સેવાઓનો લાભ લેવા માટે https://www.digitalgujarat.gov.in/loginapp/citizenligin.aspxલિંકનો ઉપયોગ કરવાનો રહેશે. કોવિડ-૧૯ રોગચાળાના કારણે જાહેર જનતાને પોતાના કામો માટે ભીડભાડમાં ન આવવું પડે તે હેતુથી આ ડિજિટલ સેવાઓનો વિશેષ ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલે જિલ્લાના નાગરિકોને ખાસ અપીલ કરી છે.