અમદાવાદ, રાજ્યભરમાં આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે થઈ રહેલા વિરોધ પ્રદર્શનના અનુસંધાનમાં રાજ્યના તબીબો પણ જાેડાયા છે. રાજ્યના તબીબો દ્વારા મેડિકલ ક્ષેત્રે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા ર્નિણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે રાજ્યવ્યાપી હડતાલ પાળવામાં આવી છે. આ હડતાલમાં ૨૮૦૦૦ તબીબો જાેડાયા. રાજ્યના તમામ શહેરોમાં તબીબો દ્વારા પોતાની ઓપીડી બંધ રાખી અને એક દિવસ પૂરતો વિરોધ કરવામાં આવ્યો. જાેકે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આ હડતાલમાં પણ ઇમર્જન્સી સારવાર અને કોવીડ-૧૯ના દર્દીઓને સારવાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આમ તબીબો પોતાની માનવતા ચુક્યા નથી.આયુર્વેદિક ડોક્ટરોને ૫૮ જેટલી સર્જરીની મંજુરીના વિરોધમાં સુરત આઈએમએ સાથે જાેડાયેલા તબીબો શુક્રવારે ઈમરજન્સી સિવાયના ઓપીડીના કામકાજથી દૂર રહ્યા છે. આજે સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ઈમરજન્સી અને કોરોના વાયરસની સારવાર સિવાયની કામગીરી બંધ રાખીને ૩૫૦૦ જેટલા તબીબો દ્વારા વિરોધ વ્યકત કરવામાં આવી રહ્યો છે.આયુર્વેદિક મેડિસીનની પ્રેક્ટિસ કરતા એમ.ડી. ડોક્ટરોને ૫૮ જેટલી સર્જરીની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. તેમાં આયુર્વેદના ડોક્ટરો જનરલ અને ઓર્થોપેડિક સર્જરીની સાથે આંખ, કાન, નાક, ગળુ અને દાંતની પણ સર્જરી કરી શકશે. કેન્દ્ર સરકારના આ જાહેરનામાનો વિરોધ કરવા સુરતના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જાેડાયેલા તબીબો શુક્રવારે સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા દરમિયાન પોતાના રૂટિન કાર્યથી દૂર રહેશે.તેમજ આ દરમિયાન તમામ ઈમરજન્સી સેવાઓ, કોવિડને લગતી સેવાઓ ચાલુ રાખવામાં આવશે.