ડભોઇ, તા.૨૩ 

ડભોઇ શિનોર ચોકડી નજીક પૂર ઝડપે ચાલતા ડમ્પર નીચે આવી જતાં બાઇક સવાર ૧૯ વર્ષીય યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજયું પોલીસે સ્થળ ઉપર પહોચી પી.એમ.માટે કાર્યવાહી હાથ ધરી છે. 

ડભોઇ નગર માં ખરીદી કરી બાઇક નંબર જી.જે. ૦૬ જે.પી.૯૭૬૬ લઈ પિતા પુત્રી તેનતલાવ જઇ રહ્યા હતા. તે અરસામાં શિનોર ચાર રસ્તા નજીક પાછળ થી આવતા એક ડમ્પર નંબર જી.જે.૦૬.એ.ઝેડ,૫૦૫૭ ના ચાલકે પૂર ઝડપે ડમ્પર હંકારી આગળ ચાલતા બાઇક ચાલક શૈલેષભાઈ પટેલ ને ટક્કર મારતા શૈલેષભાઈ અને તેમની ૧૯ વર્ષીય દીકરી નિશા શૈલેષભાઈ પટેલ રોડ ઉપર ફગોડાયા હતા. જેમાં નીશા ડમ્પર ના ટાયર નીચે આવી જતાં નીશા નું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. ડમ્પર નો ચાલક રોડ‌પર જ ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો. ડભોઇ પોલીસે ડમ્પર ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો.