ગાઢ જંગલો, સોનાની જેમ ચમકતી દરિયાકાંઠાની માટી, પર્વતો પરથી પડતા ધોધ, પર્વતો પરથી ઉગતા સૂર્યનાં કિરણો અને ટાપુ પર ટકરાતા સમુદ્રનાં મોજાં જાણે કુદરતનો આભાસ કરાવે છે.પેસિફિક મહાસાગરમાં સ્થિત હવાઈ દ્વીપ સમુહનો માઉઈ આઇલેન્ડ વિશ્વના સૌથી સુંદર ટાપુઓમાંથી એક છે. આપણા વિશ્વમાં ફરવા માટે ઘણી અદભુત જગ્યાઓ છે. ક્યાંક ઊંચા પર્વત છે તો ક્યાંક મોટા વોટરફોલ્સ. દરિયાની વચ્ચે બનેલા કેટલાક અનોખા ટાપુઓ પ્રવાસીઓને આકર્ષે છે. તેને હવાઇ દ્વીપ સમુહનું ગોલ્ડન ચાઇલ્ડ પણ કહેવામાં આવે છે.આ આઇલેન્ડે વિશ્વના શ્રેષ્ઠ ટાપુનું ટાઇટલ જીત્યું છે. આ ટાપુ પર ઘણા રિસોર્ટ્સ અને હોટલ્સ આવેલી છે.