આણંદ, તા.૨૯ 

આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે આજે આણંદ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇટી સેલના પ્રવક્તા જશપાલસિંહ ઠાકોર તેમનાં આઇટી સેલના અંદાજિત ૨૫ જેટલાં ટેકેદારો સાથે મધ્ય ગુજરાત કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટમાં જાેડાયાં હતાં, જેનાં પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. આ કાર્યક્રમમાં જસપાલસિંહ ઠાકોરને સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ, મધ્ય ગુજરાત ઝોનલ એક્ઝિક્યૂટિવ કમિટીમાં સભ્ય તરીકેની નિમણૂક આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના કો-ઓર્ડિનેડર હેમાંગભાઈ રાવલ, એક્ઝિક્યૂટિવ કમિટીમાં સભ્ય તન્મય શેઠ, ઝોનલ ઇન્ચાર્જ જિગર વાઘેલા, આણંદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અલ્પેશ પઢીયાર, આણંદ નગરપાલિકાના કાઉન્સિલર સલીમભાઈ દીવાન, આણંદ જિલ્લા આઇટી સેલના પૂર્વ પ્રમુખ પંકજભાઈ પટેલ તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

હાં, આઇટી સેલના સભ્યો પ્રવક્તા સાથે કોંગ્રેસમાં જાેડાયાં છેઃ અલ્પેશ પઢીયાર

આણંદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અલ્પેશ પઢીયારે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે આજે આણંદ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇટી સેલના પ્રવક્તા જશપાલસિંહ ઠાકોર તેમનાં આઇટી સેલના અંદાજિત ૨૫ જેટલાં એક્ટિવ સભ્યો આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જાેડાઈ ગયાં છે.