છોટાઉદેપુર

કવાંટમાં આવેલ હાફેશ્વર ત્રણ રાજ્યો ની સરહદ પર આવેલ ગામ છે. જ્યાં અતિ પૌરાણિક શિવ મંદિર આવેલ છે. કેવડિયા ખાતે નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ બનતા જૂનું પૌરાણિક શિવ મંદિર પાણી માં ડુબી જવા પામ્યું છે એની સ્થાને નજીક માં ઉંચાઈ પર નવું શિવ મંદિર બનાવવામાં આવ્યું છે.

હાફેશ્વર ખાતે દુર દુર થી શિવ ભક્તો દર્શન માટે આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી કવાંટ થી હાફેશ્વરનો રસ્તો ખરાબ થઈ ગયો હોવાથી યાત્રિકો તેમજ નર્મદા પરિક્રમા માટે આવતા લોકો માટે માથાનાં દુઃખાવા સમાન બનવા પામ્યો છે. હાફેશ્વર જવાના રસ્તે ઠેર ઠેર ખાડા પડી ગયા છે.રસ્તા પર નો ડામર નો રોડ તો ગાયબ થઈ ગયો છે. હાફેશ્વર જવાનો રસ્તો હિલ વાળો હોય અકસ્માત ની ભીત પણ રહે છે.ત્રણ વર્ષ અગાવ કડીપાણી થી હાફેશ્વર જવા માટે રસ્તો બન્યો હતો, ચોમાસામાં થયેલ અતિ વરસાદ તેમજ પાણી ની પાઇપ લાઈનો નું કામ ચાલતું હોય હાફેશ્વર તરફ જવાનો રસ્તો સાવ ખરાબ થઈ ગયો છે જેના લીધે હાલ બસ સેવાઓ પણ બંધ થઈ ગઈ છે જેના લીધે દુર દુર થી આવતા યાત્રાળુઓ અને પરિક્રમા વાસીઓને હાલ અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ કવાંટ થી કડીપાણી નો રસ્તો બની રહ્યો છે. હાફેશ્વર નો રસ્તો સત્વરે બનાવવામાં આવે અને યાત્રાળુઓ અને પરિક્રમા વાસીઓને પડતી તકલીફો દૂર થાય અને ફરીથી બસ વ્યવહાર શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે..