વડોદરા, તા. ૨૯

 વીસીસીઆઈ એક્સ્પોમાં આજે વીસીસીઆઈ અને યુનાઈટેડ આરબ અમિરાતની રસલ ખેમા ચેમ્બર ઓફ કોમર્સ સાથે એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને રસલ ખેમા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એકબીજાની સાથે વેપાર ઉદ્યોગ ક્ષેત્રની માહિતીનું આદાન-પ્રદાન કરવા અંગે સમજૂતિ કરાર કરાયા હતા જે મુજબ બંને ચેમ્બર વેપાર અને ઉદ્યોગમાં રહેલી તમામ સંભાવનાઓનું આદાન-પ્રદાન કરશે.

 વીસીસીઆઈના પ્રમુખ મેઘજી પટેલ, માનદ મંત્રી જલંધુ પાઠક, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ચેરમેન એક્સપો હિમાંશુ પટેલ, સુભાષ નગરશેઠ સહ માનદમંત્રી નીપમ દેસાઈ અંકુર પટેલ તથા ખજાનચી અમિત શાહ હાજર રહ્યા હતા. રસલ ખેમા ચેમ્બર ઓફ કોમર્સના ફર્સ્ટ વાઇસ ચેરમેન અને ચેરમેન સુપ્રીમ કાઉન્સિલ ઓફ એસએમઇ યુસુફ ઇસ્માઈલ, રાખ ચેમ્બરના કોમર્શિયલ મેનેજર ઈસ્માઈલ બલુચી ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડોદરાના નવલખી મેદાન ખાતે યોજાયેલા વીસીસીઆઇ એક્સ્પો પ્રદર્શનનો ઉધોગ જગતનો વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.