વિદિશા-

મધ્યપ્રદેશના વિદિશામાં એક ખૂબ જ શરમજનક અને ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં 70 વર્ષની વૃદ્ધ મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે કરવામાં આવી હતી જ્યારે એક વૃદ્ધ મહિલા તેના ખેતરમાં સિંચાઈની દેખરેખ માટે પહોંચી હતી. નરાધમોએ મહિલાના મોઢામાં માટી ભરી દીધી હતી અને તેના ખાનગી ભાગ પર લાકડી વડે માર માર્યો હતો.

આ હ્રદયદ્રાવક ઘટના વિદિશા જિલ્લાના ગ્યારસપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં ઓલીજા ગામની સીમમાં 18 અને 19 નવેમ્બરની વચ્ચેની રાત્રે અજાણ્યા હુમલાખોરોએ સિત્તેર વર્ષની મહિલા પર બળાત્કરા ગુજારી તેની હત્યા કરી હતી. મહિલા વાવણીની સીઝન પહેલા ખેતરમાં ચાલતા સિંચાઇ પર નજર રાખવા ત્યાં ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, અજાણ્યા આરોપીએ પીડિતાના મોઢામાં કાદવ ભરી દીધો હતો અને તેના અંગત ભાગો પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. ગુરુવારે સવારે ગામની સીમમાં ગામના લોકોએ ખેતરો નજીકના ઝાડીમાં મહિલાની નગ્ન અવસ્થામાં મૃતદેહ જોઇને પોલીસને 100 નંબરની જાણ કરી હતી.

ગ્યાસપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મહેન્દ્ર શક્યાએ જણાવ્યું હતું કે, ઘટનાની માહિતી મળ્યા બાદ મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેની ઓળખ કરી હતી. જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વિદિશા, જિલ્લા મથકના ફોરેન્સિક નિષ્ણાતો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તકની તપાસ કર્યા બાદ મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મહેન્દ્ર શક્યાએ જણાવ્યું હતું કે પ્રથમ નજરે તે બળાત્કાર અને હત્યાનો કેસ હોવાનું જણાય છે. પીડિતા પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેના મોઢામાં કાદવ ભરાયો હતો. શાક્યાએ જણાવ્યું હતું કે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર અને હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. હવે તેની ધરપકડ કરવા અને તેની ઓળખ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મૃતકના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ ગામની સીમમાં ખેતી માટે કોન્ટ્રાક્ટ જમીન લીધી હતી. તે જ જમીનમાં વાવણી કરતા પહેલા સિંચાઇનું કામ ચાલતું હતું. પીડિતા તેના દેખરેખ માટે છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ ખેતરોની મુલાકાત લેતી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં શોકનું વાતાવરણ બન્યુ હતું. ગામના લોકો રોષે ભરાય છે. તેમણે પોલીસને આ કેસમાં તપાસ ઝડપથી ચલાવવા માંગ કરી છે. તેમજ તેઓ આરોપીઓની જલ્દી ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપી સુધી પહોંચવાના પ્રયાસમાં પોલીસે આ વિસ્તારના દારૂડિયા સહિત અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી છે. અત્યાર સુધી આરોપીઓ પોલીસની પહોંચથી દૂર છે.