વડોદરા,તા.૧૫

મહારાજા સયાજીરાવ યુનિવસિર્ટીનાં પરિસરમાં અનેક સ્થળોએ ચંદનનાં ઝાડ આવેલ છે. અને તસ્કરો દ્વારા અનેકવાર ચંદનનાં ઝાડની ચોરીની ઘટનાઓ બની છે. પરંતુ યુનિ.નાં કોન્ટ્રાકટર દ્વારાજ યુનિ. પરિસરમાં આવેલ ચંદનનાં કિંમતી ઝાડને કાપી નાંખવામાં આવતા વિદ્યાર્થીઓએ કોન્ટ્રાકટર સામે પોલીસ ફરીયાદ સહિત પગલા લેવાની માંગ કરી છે. હાલમાં યુનિ. પરિસરમાં વૂક્ષોને ટ્રીમીંગ કરવાનું કાર્ય ચાલી રહ્યુ છે. ત્યારે મોટા થઇ ગયેલા વૂક્ષોના છાંટવાનાં કાર્ય દરમ્યાંન કોન્ટ્રાકટર દ્વારા માલતીબાગમાં આવેલ એક ચંદનનાં ઝાડને કાપી નાંખતા વિવાદ સર્જાયો છે. કાપી નાંખવામાં આવેલ ચંદનનાં ઝાડ મામલે યુનિનાં વિદ્યાર્થીઓને ખબર પડતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને ચંદનનાં ઝાડનાં લાકડાઓ સગેવગે ન થાય તેની તકેદારી લીધી હતી. પરંતુ વિદ્યાર્થીઓએ કોન્ટ્રાકટ દ્વારા ચંદનનાં ઝાડને કાપ નાંખવા મામલે અનેક સવાલો ઉભા કર્યા છે. શુ કોન્ટ્રાકટર ચંદનનાં ઝાડને ઓળખતો ન હતો.ભુલથી ચંદનની ઝાડ કાપી નાંખ્યા બાદ તેણે યુનિ. સત્તાધીશોને તેની જાણ કરી છે કે કેમ.. સહિત અનેક પ્રશ્નો સાથે વિદ્યાર્થીઓ સંબધિત કોન્ટ્રાકટર સામે પોલીસ ફરીયાદ સહિત પગલાઓ લેવાની માંગ કરી છે.