વડોદરા : એન્જિનિયરીંગ ડે દિવસે એમ.એસ.યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે એમ.વિશ્વેરૈયા ઓડીટોરીયમનું વચ્ર્યુઅલ લોકાર્પણ એ.આઇ.સી.ટી.ઇ.ના ચેરમેન પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિ.ના વીસીએ સુપર ન્યુમરીક કોટા દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને સમાવી શકાય તે માટે વ્યવસ્થા કરવા ભલામણ કરાઇ હતી. એમ.વિશ્વેસ્વરૈયા ઓડિટોરીયમના લોકાર્પણ પ્રસંગે યુનિ.ના વી.સી.પ્રો. વ્યાસે ટેકનોલોજી ફેકલ્ટી વિષયમાં પ્રા. સહસ્ત્રબુદ્ધેને સુચન કરતા કહ્યું હતું કે એ વિદેશી વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં પહેલી પસંદગી બનતી જાય છે. ત્યારે એન્જિનિયરીંગના એડમિશન સેન્ટ્રલ થતા હોવાથી તેમજ ઇન્ટેક ઓછી હોવાથી આ વર્ષે પણ યુનિવર્સિટીમાં ૪૪ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાથી વંચિત રહેવું પડ્યું છે. સુપર ન્યુમરીક કોટા દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને સમાવી શકાય તે માટે ખાસ વ્યવસ્થા કરવા ભલામણ કરી હતી.