વાઘોડિયા : વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ વાઘોડિયાના મોટી માણેકપુરથી વેડપુર તરફ જવાના રોડ વચ્ચે વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે મોટી માણેકપુર નર્મદા કેનાલનીચોકડી પાસે થ્રી વ્હિલનો અતુલ છગડો ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરી આવતો હતો ત્યારે દૂરથી જ પોલીસને જોઇજતા છગડો મુકી આરોપી ભાગી ગયો હતો.  

એલસીબીની ટીમે છગડામાં તપાસ કરતા ભારતીય બનાવટના કુલ બોટલ નંગ ૮૪ કિંમત -૪૧, ૧૦૦ તથા છકડાની કિંમત ૧લાખ કુલ મળી ૧. ૪૧ લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપી વિરુઘ્ઘ ગુન્હો નોંઘી વઘુ તપાસ હાથ ઘરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દારૂની બદીને ડામવા માટે પોલીસ એલર્ટ જ રહે છે. મોટાભાગે દમણ અને મુંબઇથી દારૂ ગુજરાતમાં ઠલવાતો હોય છે તેથી મુંબઇ-અમદાવાદ રૂટ પર સતર્કતા જરૂરી છે.