ડભોઇ, તા.૧૭ 

ડભોઇ તાલુકાનાં ગોપાલપુરા નજીક એક ઈસમ અશોક લેલન ટેમ્પામાં દારૂનો જથ્થો ભરી ડભોઇ તરફ આવી રહ્યો હોવાની પાકકી બાતમી વડોદરા ગ્રામ્ય એલ.સી.બી.ને મળતા એલ.સી.બી.ના પોલીસ જવાનો એ ગોપાલપૂરા નજીક નાકાબંદી કરી બાતમી આધારનો ટેમ્પો આવતા તેને ઊભો રાખી તપાસ કરતાં રૂ.૭૬૮૦૦નો વિલાયતી દારૂ અને ગાડી સહિત રૂ.૪,૩૧,૮૦૦ના મુદ્દામાલ સાથે એક ઈસમ ની અટકાયત કરી કોવિડ રિપોર્ટ માટે ની તાજવીજ હાથ ધરી છે.

ડભોઇ તાલુકાનાં ગોપાલપૂરા નજીક કરજણનો ગોવિદભાઈ શીશપલદાશ શાહ, પ્માલીકીના અશોકલેલન ટેમ્પા નંબર જી.જે.૦૬.એ.ઝેડ,૬૬૪૭માં વિલાયતી દારૂ ભરી ડભોઇ તરફ આવી રહ્યો હોવાની પાકકી બાતમી વડોદરા ગ્રામ્ય એલ.સી.બી.ને મળી હતી. બાતમી આધાર નો ટેમ્પો આવતા તેને ઊભો રાખી તપાસ કરતાં તેમાં થી કુલ ૨૧૦ વિદેશી દારૂ ની બોટલો રૂ.૭૬૮૦૦ની મળી આવી હતી.