મુંબઈ-

મુંબઈ ક્રાઈમ બ્રાંચ પોલીસે જોગેશ્વરી વિસ્તારમાં ઓક્સિજનના કાળાબજાર કરતા એક આરોપી ની ધરપકડ કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી 25 ઓક્સિજન સિલિન્ડર અને 12 ઓક્સિજન કીટ મળી આવી છે. પોલીસ આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધ કરી રહી છે.

મુંબઈ ક્રાઈમ બ્રાંચના ડેપ્યુટી કમિશનર, અકબર પઠાણે શનિવારે જણાવ્યું હતું કે, જોગેશ્વરીમાં અનેક સ્થળોએ કોરોના દર્દીઓ માટે ઓક્સિજન ના કાળાબજાર થતા હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતીના આધારે પોલીસ ક્રાઈમ બ્રાંચની ટીમે જોગેશ્વરી વિસ્તારમાં દરોડો પાડી આરોપીની ધરપકડ કરી હતી. બીજો આરોપી ઘટના સ્થળેથી છટકી ગયો હતો. પોલીસ આ કેસમાં સંડોવાયેલા લોકોની શોધ કરી રહી છે, જેમાં ફરાર આરોપીનો પણ સમાવેશ થાય છે.