મુંબઇ-

આઇઆરસીટીસી દ્વારા બુધવારે 17મી ઓક્ટોબરથી ખાનગી તેજસ એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવશે. કોરોના મહામારીને કારણે લખનઊ-નવી દિલ્હી અને અમદાવાદ-મુંબઈની સેવા રદ કરાયાના સાત મહિના બાદ આઇઆરસીટીસી દ્વારા તેજસ એક્સપ્રેસની સેવા ફરી શરૂ કરવામાં આવી રહી છે.

બન્ને ટ્રેનોમાં દરેક બીજી સીટ ખાલી રાખવામાં આવશે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઇ શકે તથા પ્રવાસીઓને કોચમાં થર્મલ સ્ક્રીન્ડ કરીને જ દાખલ થવા દેવામાં આવશે તથા એક વખત સીટ પર બેસી ગયા ત્યાર બાદ કોઇની પણ બેઠક ફેરવવામાં આવશે નહીં. પ્રવાસીઓને કોવિડ-૧૯ પ્રોટેક્શન કિટ પણ પૂરી પાડવામાં આવશે જેમાં હેન્ડ સેનિટાઇઝર, એક માસ્ક, એક ફેસ શીલ્ડ અને ગ્લોવ્ઝની જાેડી હશે. પેન્ટ્રી એરિયા

અને ટોઇલેટને વારંવાર ડિસ્‌ઇન્ફેક્ટેડ કરવામાં આવશે. આ સિવાય પ્રવાસીઓના સામાનને પણ સ્ટાફ દ્વારા ડિસ્‌ઇન્ફેક્ટેડ કરવામાં આવશે.

‘પ્રવાસીઓ અને સ્ટાફ માટે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. દરેક પ્રવાસીએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે અને જ્યારે પણ તેની માગણી કરવામાં આવે ત્યારે તે સંબંધિત અધિકારીને દેખાડવી પડશે. ટિકિટ બુકિંગના સમયે વિસ્તૃત નિદર્શનો પ્રવાસીઓને પૂરા પાડવામાં આવશે’, એમ આઇઆરસીટીસીએ જણાવ્યું હતું. ભારતીય રેલવેની સબસિડયરી કોર્પોરેટ એન્ટિટી આઇઆરસીટીસી દ્વારા બે તેજસ એક્સપ્રેની ટેનો દોડવવામાં આવી રહી છે.