મુંબઈ-


હેરોનનો જથ્થો અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયાની સંડોવણી હોવાનું બહાર આવ્યું 


ઇરાનના ચાબહાર બંદરેથી મુંબઇના નાવા સવા બંદર ખાતે આવેલા જહાજમાં આવેલા પ્લાટીંકના પાઇપમાં આર્યુવેદીક દવાના ઓઠા તળે ઘુસાડવામાં આવેલા રૂા.૧ હજાર કરોડની ૧૯૨ કિલો હેરોઇનનો જંગી જથ્થો કસ્ટમ વિભાગને ઝડપી લેવામાં સફળતા મળી છે. હેરોઇનનો જથ્થો મગાવનાર, દિલ્હીના ફાયનાન્સ કરનાર અને કસ્ટમ ક્લિયરીંગ કરાવનાર બે એજન્ટ સહિત છ શખ્સોની કસ્ટમ વિભાગ દ્વારા અટકાયત કરી સઘન પૂછપરછ કરવામાં આવતા હેરોનનો જથ્થો અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયાની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દ્વારા કચ્છના દરિયા કિનારાનો માર્ગ પસંદ કરી કરોડની કિંમતના ચરસ સહિતનો ડ્રગ્સનો જથ્થો ઘુસડતા હોવાનું સુરક્ષા જવાનોના ધ્યાને આવતા કચ્છના સિરક્રિક વિસ્તાર પર બીએસએફ, કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક સુરક્ષા એજન્સી દ્વારા સઘન પેટ્રોલિંગ કરતા ડ્રગ્સ માફિયા દ્વારા કચ્છનો માર્ગ બદલી ચાબહાર બંદરથી મુંબઇ ડ્રગ્સ મોકલવાનો નવો માર્ગ શોધી પ્લાસ્ટીકના પાઇપમાં આર્યુવેદીક દવાના ઓઠા હેઠળ હેરોઇન ઘુસાડવામાં આવ્યાનો મુંબઇ કસ્ટમ દ્વારા પર્દાફાસ કરવામાં આવ્યો છે. 

ચાબહાર બંદરથી આવેલા જહાજમાં આવેલા માલ સામાનની કસ્ટમ દ્વારા ચેકીંગ ચાલી રહ્યું હતું ત્યારે આર્યુવેદીક દવાનો આવેલો માલનું એનડીપીએસની કીટની મદદથી પ્લાસ્ટીંકના પાઇપમાં પેક કરેલો રૂા.૧ હજાર કરોડની કિંમતનો ૧૯૨ કિલો હેરોનની જંગી જથ્થો મળી આવ્યો હતો.