વડોદરા : મોડી સાંજે શહેરમાં સીબીઆઈની ટીમ આવી હોવાની માહીતી પ્રાપ્ત થઈ છે. સુશાંતસિહ આત્મહત્યા પ્રકરણમાં રીયા ચક્રવતીની ધરપકડ બાદ બહાર આવેલા ડ્રગ કનેકશનના તાર વડોદરા સુધી પહોંચતા હોવાના લીધે સીબીઆઈ વડોદરા આવી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ અગાઉ પણ શહેરમાંથી અનેક વાર ડ્રગ અને માદક પદાર્થોનો મોટો જથ્થો ઝડપાઈ ચુકયા છે. ત્ય્‌ારે દરેક સમયે એમાં મુંબઈ કનેકશન ખુલતુ હતું પરંતુ લોકડાઉન દરમિયાન મુંબઈની ફીલ્મી સેલીબ્રીટીઓને વડોદરાથી ડ્રગ સપ્લાય થયુ હોવાનું બહાર આવતાં સીબીઆઈની એક ટીમ મુંબઈથી રાત્રે આવી હતી. બાદમાં ગાંધીનગરથી પણ સીબીઆઈની ટીમ આવી હતી. અને શહેરમાં ચાલતી તપાસમા જાેડાઈ હતી. સીન્થેટીક ડ્રગનું પ્રોડકસન શહેરની આસપાસ આવેલી કપંનીઓમાં થતુ હોવા ઉપરાંત વડોદરા, દિલ્હી, કાશ્મીર, યુ.પી., મધ્ય પ્રદેશ, ઓડીશાથી આવતા ડ્રગ અને માદક પદાર્થોના ટ્રાંઝીસ્ટ પોઈન્ટ હોવાનું અગાઉ અનેક વખત બહાર આવી ચક્યુ છે. સીબીઆઈની ટીમે શહેરમાં ડ્રગ ડીલરો પેડલર અને કેરીયરોની તપાસ હાથ ધરી હતી. અને ચોક્કસ માહીતીના આધારે આવી હોવાથી રીયા ડ્રગનું કનેકશન વડોદરા સુધીનું હોવાનું ગમે ત્યારે શોધી કાઢશે એમ માનવામાં આવે છે.