દિલ્હી-

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 13મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો પરાજય થયો. દિલ્હી કેપિટિલે (DC) મુંબઈને 6 વિકેટથી હરાવી હતી. મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગત વર્ષની મુંબઈ ઈન્ડિયન્સની વિજેતા ટીમ છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ રનર-અપ ટીમ છે. મુંબઈએ 137 રન બનાવ્યા હતા. દિલ્હીએ લક્ષ્યને 5 બોલ પહેલા જ હાંસલ કર્યો હતો.

મુંબઈ ઇન્ડિયન્સે IPL 2021ની 13મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નઈ ખાતે 20 ઓવરમાં 9 વિકેટે 137 રન કર્યા છે. તેમના માટે કેપ્ટન રોહિત શર્માએ સર્વાધિક 44 રન બનાવ્યા હતા. જ્યારે ઈશાન કિશને 26, સૂર્યકુમાર યાદવે 24 અને જયંત યાદવે 23 રનનું યોગદાન આપ્યું. અન્ય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટમાં પહોંચી શક્યો નહોતો. દિલ્હી માટે અમિત મિશ્રાએ 4 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ લીધી હતી.

લક્ષ્યનો પીછો કરવા માટે દિલ્હીની શરૂઆત સારી શરૂઆત ન હતી. સીઝનની પહેલી મેચ રમતા ઓફ સ્પિનર ​​જયંત યાદવે તેની પ્રથમ જ ઓવરમાં પૃથ્વી શોને આઉટ કર્યો હતો. શોએ 7 રન બનાવ્યા હતા. આ પછી શિખર ધવન અને સ્ટીવ સ્મિથે ટીમની બાજી સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 53 રનનો ઉમેરો કર્યો. સ્મિથે 33 રન બનાવ્યા હતા. આ પછી ધવન 45 રન બનાવીને આઉટ થયો હતો. દિલ્હીને છેલ્લી 5 ઓવરમાં 37 રન બનાવવાના હતા. 17મી ઓવરમાં બુમરાહે પંતને આઉટ કરીને મેચને રોમાંચક બનાવ્યો. પંતે 7 રન બનાવ્યા હતા.

દિલ્હીને છેલ્લી 3 ઓવરમાં 22 રનની જરૂર હતી. 19 મી ઓવરમાં બુમરાહે બે નોબોલ ફેંકી દીધા હતા અને 10 રન આપ્યા હતા. દિલ્હીને છેલ્લી ઓવરમાં 5 રન બનાવાના હતા. હેટમાયરે પોલાર્ડના પ્રથમ બોલ પર ચોગ્ગાથી મેચને સ્કોર લેવલ કરી દીધી હતો. પરંતુ તે બીજા દડા પર કેચ આઉટ થયો હતો. પરંતુ આ બોલ નો બોલ હતો. આ રીતે દિલ્હીએ મેચ 6 વિકેટે જીતી લીધી. દિલ્હીએ 19.1 ઓવરમાં 4 વિકેટના નુકશાને લક્ષ્યાંકને હાંસલ કરી લીધો હતો.