સુરત : કોરોનાના કારણે મનપાની આર્થિક કમર સદંતર તૂટી ગઈ છે શહેરમાં વિકાસના કામો ઠપ્પ થઇ ગયા છે. પ્રવર્તમાન સ્થિતિમાં મનપાની આર્થિક સ્થિતિ જાળવી રાખવા માટે મિલકત વેરાની આવક એકમાત્ર મોટો સ્ત્રોત છે ધંધા-રોજગાર ઠપ્પ હોવાથી પ્રોફેશનલ ટેક્સ, વિકલ ટેક્સવિગેરેની આવક પર પણ મોટો ફટકો પડવાનું નક્કી છે મિનિમમ ૩૦થી મહત્તમ ૪૨ ટકા સુધીની સામાન્ય મિલકત વેરામાં જંગી રાહત છતાં એપ્રિલથી ઓગસ્ટ ૨૦૨૦ સુધી મનપાની તિજોરીમાં ૪૫૦.૫૬ કરોડ રૂપિયા જ એડવાન્સ પેટે જમા થયા છે ગત વર્ષે આ આંકડો ૫૬૦ કરોડનો હતો. 

વર્ષ ૨૦૧૯-૨૦ માં મનપાનું મિલકત વેરાની માંગણુ ૧૩૮૫ કરોડ હતો જે પૈકી ૧૦૫૫ કરોડની રિકવરી થઈ શકી હતી. ૨૧ લાખથી વધુ કરદાતા નોંધાયેલા હતા ગત વર્ષે જુલાઇ માસથી મનપાએ આયોજન બદ્ધ રીતે બિલીંગ સાયકલ શરૂ કરી હતી અને રિવિઝન આકારણી સહિતની બિલીગ કામગીરી નવેમ્બર માસ સુધી પૂર્ણ થઇ ગઇ હતી જ્યારે ચાલુ વર્ષે આકારની નો તમામ સ્ટાફ પણ કોરોના ની કામગીરીમાં રોકાયો હોવાથી ૨૦૨૦-૨૧ ના વેરા બિલ માટેની રનીંગ સાયકલ બે માસથી વિલંબથી શરૂ થઇ છે આજે વર્ષ ૨૦૨૦-૨૧ ના વેરા બિલ માટેની રનીંગ સાયકલ ની ટ્રાયલ રન પણ શરૂ થઈ ગઈ છે અને એકાદ-બે દિવસમાં શહેરમાં બિલો નું વિતરણ શરૂ થઈ જશે ૧ એપ્રિલથી ૩ જૂન સુધી એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને મહત્તમ ૧૨% (૧૦ટકા રિબેટ અને ૨% ઓનલાઇન) મળ્યું છે. કરદાતાઓને મનપા દ્વારા નિયમ મુજબની વધારાની રિબેટ ની અસર મેરા બિલમાં આપવામાં આવશે.નવા વિસ્તારોમાં બિલીગ સાયકલ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી કયા માર્કેટને લોકેશનને આધારે બીલો તૈયાર કરવા અંગે હજુ કોઈ દિશા નક્કી નથી પ્રથમ વખત દરેક ઝોનને આ સાયકલ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.