દિલ્લી-

દેશમાં એક સાથે ત્રણ તલાક પર કાનૂન બની ગયો છે જેનાથી મુસ્લિમ મહિલાઓને રાહત મળી છે પરતું કેરલા હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.કેરલા હાઇકોર્ટેતેના 50 વર્ષના ચુકાદાને બદલી નાંખ્યો છે.મુસ્લિમ મહિલાઓ હવે તલાક આપી શકશે.

મુસ્લિમ મહિલાઓના હિત માટે તેમનો હક્ક આપવામાં આવ્યો છે. કેરલા હાઇકોર્ટે તેના 50 વર્ષના ચુકાદાને બદલીને મહિલાઓ પણ તેમના પતિને કોર્ટમાં ગયા વગર તલાક આપી શકે છે તેવો મહત્વનો ચુકાદો આપ્યો છે.અનેક અરજીઓની સુનાવણી બાદ કેરલા હાઇકોર્ટની બેન્ચે સુનાવણીમાં જણાવ્યું હતું કે મહિલાઓ પણ તેમના પતિને તલાક આપી શકશે,ફેમીલી કોર્ટની વિવિધ અરજીમાં કરવામાં આવેલી રાહતની માંગણીને અનુલક્ષીને કેરલા બેન્ચે તેના 1972ના ચુકાદાને ઉલટાવ્યો હતો.જેમાં મુસ્લિમ મહિલાઓ કાર્ટ સિવાયના અન્ય માર્ગ તલાક લેવાની મનાઇ ફરવામાં આવી હતી, પરતું હવે ચુકાદો બદલીને અદાલતમાં ગયા વગર પણ મુસ્લિમ મહિલાઓ તલાક આપી શકશે. ઉલ્લેખનીય છે ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાન શરીફમાં સ્ત્રીઓ અને પુરુષોને તલાક માટે સમાન અધિકાર આપવામાં આવ્યાં છે.