અમદાવાદ નવરાત્રિના નવ દિવસોમાં ભક્તો ભાવપૂર્વક નવદુર્ગાની પૂજા અર્ચના કરે તો માતાજી તેમને મનોવાંછિત ફળ આપે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે. પ્રથમ દિવસ પર્વતપુત્રીને સમર્પિત છે. ત્યારે માતાના મંદિરે જતા માઈ ભક્તોમાં ભક્તિનો અનેરો રંગ જાેવા મળી રહ્યો છે. પાવાગઢ મા કાળીના દર્શને પહોંચેલા એક માઈ ભક્ત તલવારની ધાર પર ચાલતા જાેવા મળ્યા હતા. આજથી શરૂ થયેલા નવરાત્રિના પવિત્ર પર્વ માતાની આરાધનાનો પર્વ છે. અમદાવાદની નવરાત્રિના પહેલા દિવસે જ નગરદેવી ભદ્રકાળીના દર્શન કરવા અને માંના મનોહર રૂપના દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા છે. વર્ષમાં ૫ નવરાત્રી આવે છે. પરંતુ આસો મહિનાની નવરાત્રિનું વિશે મહત્વ હોય છે. શક્તિપીઠ અંબાજી ધામમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. આજે નવરાત્રિએ મંદિર ૭.૩૦ કલાકે ખૂલતાની સાથે જ ભક્તો દર્શન માટે તૂટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓ મોડી રાતથી જ લાઇનમાં ઉભા રહ્યા હતા.સવારે દર્શન કર્યા હતા. ત્યારે આજે અંબાજી મંદિરમાં પરંપારિક રીતે ઘટ સ્થાપના વિધિ કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે વહીવટદારના હસ્તે ઘટ સ્થાપન વિધિનું પૂજન કરાવામાં આવ્યું. આસો નવરાત્રિના પ્રથમ નોરતે યાત્રાધામ પાવાગઢ ભક્તોનુ ઘોડાપૂર ઉમટી પડ્યુ છે. કોરોના કાળમાં માતાજીના પ્રત્યક્ષ દર્શન ભક્તો માટે બંધ હતા. ત્યારે આ નવરાત્રિમાં માતાજીના પ્રત્યક્ષ દર્શનની છૂટ આપવામાં આવતા માઇ ભક્તોમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો છે. વહેલી સવારે ૫ વાગે મંદિર ખુલતા જ માતાજીના જય ઘોષથી પરિસર ગુંજી ઉઠ્‌યું હતું. હજારો ભક્તોએ વહેલી સવારે જ મંદિર સુધી પહોંચી જઈ કર્યા માતાજીના દર્શન અને અનુભવી ધન્યતા અનુભવી છે. કચ્છના કુળદેવી માં આશાપુરાના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે આ વર્ષે માઇ ભક્તો સવારના ૪ વાગ્યાથી રાત્રીના ૧૨ વાગ્યા સુધી આશાપુરા માના દર્શન કરવા ઉમટી પડ્યા છે. પરંતુ દર વર્ષે જે મેળો યોજાતો હતો તેની મંજૂરી આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા આપવામાં નથી આવી. માતાના મઢ ખાતે પરંપરાગત ધાર્મિક વિધિ સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના હસ્તે કુંભ ઘટ સ્થાપન કરાયું હતું.