બોડેલી : બોડેલીના જોજવા ગામ પાસે બુધવારે રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ પીકઅપ ગાડી રોકી ડ્રાઇવરને મારમારી તેની પાસેથી મોબાઈલ, રોકડ રકમ તેમજ પીકઅપગાડીમાં રહેલા તુવેરના કટ્ટાની લૂંટ કરી હતી પીકઅપ ગાડીમાંથી શખ્સો તેઓની ઇન્ડિકા વિસ્ટા ગાડીમાતુવેરના કટ્ટા મુકતા હતા ત્યારે બોડેલી પોલીસ સ્થળ પર પોંહચતા તમામ ફરાર થયા હતા જેમાં પોલીસે એક આરોપીને ઝડપી પાડીલૂંટમાં વપરાયેલ ગાડી જપ્ત કરી છે આ સમગ્ર ઘટનાને લઈ તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી. 

કવાંટના ભેરેઠા ગામે રહેતા ચામરીયા પ્રકાશભાઈ ડ્રાઇવિંગ કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ પોતાનીપીકઅપ ગાડી લઈ ક્લીનર સાથે વડોદરા શાકભાજી લઈ જઈ રહ્યા હતા તે સમય દરમિયાન બોડેલી તાલુકાના જોજવા પાસે પોલીસનાસ્વગમાં ઇન્ડિયા વિસ્ટા ગાડીમાં આવેલા છ શખ્સ પૈકી એક શખ્સ ગાડી રોકી હતી ત્યા અન્ય પાંચ જેટલા શખ્સો ડ્રાઇવિંગ લાયશન્સતેમજ આરસીબુક ડ્રાઇવર પાસે માંગી ડ્રાઇવરને નીચે ઉતારી મારમારી માથાના ભાગે ઈર્જા પોહચાડી તેમજ ક્લીનરને પણ લાકડા વડે મારમાર્યો હતો ડ્રાઇવરની પાસેથી બે મોબાઈલ - ૫૦૦૦, રોકડા ૧૫૦૦૦ હજાર તેમજ તુવેરના કટ્ટા - ૧૦ જેની કિંમત ૧૨૦૦૦. આમ કુલ ૩૨ હજારની લૂંટ કરી હતી ત્યાર બાદ ડ્રાઇવર તેમજ ક્લીનર પોતાનો જીવ બચાવી નજીકના પેટ્રોલ પમ્પ પર પોહચી બોડેલી પોલીસને જાણકરી હતી શખ્સો પીકઅપ ગાડીમાં મુકેલ તુવેરના કટ્ટા ઉતારી તેઓની ઇન્ડિયા વિસ્ટાગાડીમા મૂકી રહ્યા હતા .