રાજકોટ : રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પહેલા ભાજપના મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટમાં વોર્ડ નં.૫ના કોર્પોરેટરના દક્ષાબેન ભેંસાણિયા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા છે. સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના વેપાર એસો.ના પ્રમુખ અતુલ કમાણી પણ કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટના પ્રખ્યાત સામાજિક આગેવાન ચાંદનીબેન લીંબાસીયા પણ કોંગ્રેસમાં જોડાયા છે. આ સાથે છમ્ફઁ અને યુવા ભાજપના ૨૦ હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયાથી ભાજપમાં સનસનાટી વ્યાપી ગઈ છે. ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે તાજેતરમાં જ રાજકોટની મુલાકાતમાં સ્થાનિક આગેવાનો સાથે મીટિંગ કરી હતી, પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ ભાજપમાં ડેમેજ કન્ટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે. આ વર્ષના અંતમાં રાજકોટ મનપાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપમાં આ મોટો ફટકો કહી શકાય. કોંગ્રસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મોટો દાવો કર્યો છે કે, રાજકોટમાં ભાજપના વધુ ૫ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાશે. રાજકોટ ભાજપના ઘણા કાર્યકરો-નેતાઓ પક્ષથી નારાજ છે. કોરોનાની મહામારીને લીધે મુખ્ય આગેવાનો જ જોડાયા છે. આ પ્રસંગે ભાજપ પર આકરા પ્રહાર કરતા હાર્દિક પટેલે કહ્યું કે, સરકાર મોટી મોટી વાતો કરે છે. અતિવૃષ્ટિના સમયમાં સરકાર પાસે ખેડૂતોની લાગણી છે. સી.આર.પાટીલ રેલી કરે છે. પરંતુ લગ્નમાં લોકો ભેગા થવાની છૂટ નથી આપતા. સરકાર ઈચ્છા પડે ત્યારે સહાયની જાહેરાત કરે છે. ૩ મહિના પહેલા પણ સહાયની જાહેરાત કરી હતી, પણ લોકોને મળતું કંઈ નથી. લોકોને ગુમરાહ કરવાની વાત છે. જાહેરાત પણ લોલીપોપ છે.