પેરિસ 

ફ્રેન્ચ ઓપન ડેનિસ ગ્રાન્ડ સ્લેમની મહિલા સિંગલ્સમાં ઉલટફેર ચાલુ છે. હવે બિનક્રમાંકિત નાદિયા પોડોરોસ્કાએ ત્રીજી સીડ એલિના સ્વિટોલિનાને સળંગ સેટમાં હરાવીને બહાર કરી દીધી છે. આર્જેન્ટિનાની વર્લ્ડ નંબર 131 નાદિયાએ વર્લ્ડ નંબર-5 યુક્રેનની સ્વિટોલિનાને 6-2, 6-4થી હરાવીને સેમિફાઈનલમાં સ્થાન પાકું કર્યું છે. નાદિયા ફ્રેન્ચ ઓપનની સેમિફાઈનલમાં પહોંચનારી ઓપન એરાની પ્રથમ અને કોઈ પણ ગ્રાન્ડસ્લેમની સેમિફાઈનલમાં પહોંચનારી ત્રીજી મહિલા ખેલાડી છે.

અમેરિકાની ડેનિયલ રોસ કોલિન્સ ટ્યુનિશિયાની ઓન્સ જેબુરને 6-4, 4-6, 6-4થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે. પુરુષ સિંગલ્સમાં સ્પેનનો રાબ્લો કારેનો બુસ્તા ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે. તેણે જર્મનીના ડેનિયલ અલ્ટમેયરને 6-2, 7-5, 6-2થી હરાવ્યો હતો.