નડિયાદ : ખેડા જિલ્લા મેજિસ્ટ્રેટ આઇ.કે.પટેલે વધી રહેલાં કોરોના સંક્રમણને અટકાવવા માટે નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્ટ તથા ધી એપેડેમિક ડિસીઝ કોવીડ-૧૯ રેગ્‍યુલેશન - ૨૦૨૦ અને આરોગ્‍ય - પરિવાર કલ્‍યાણ વિભાગની મળેલી સત્તાના આધારે નડિયાદ, ઠાસરા, કઠલાલ, કપડવંજ શહેર અને ડાકોર ગામનાં કેટલાંક વિસ્તારો કોવિડ-૧૯ કન્‍ટેઇનમેન્‍ટ એરિયા તરીકે જાહેર કર્યાં છે. ઠાસરા શહેરના જૂની તાલુકા પંચાયત પાછળ વિસ્‍તાર, ઠાસરા તાલુકાના ચંદાસર ગામના પટેલ વાડો વિસ્‍તાર, નડિયાદ શહેરના ૧૮ શાંતિનગર સોસાયટી ડેરી રોડ વિસ્‍તાર, કઠલા શહેરના સિંધી સોસાયટી વિસ્‍તાર, ઠાસરા તાલુકાના ડાકોર શહેરના વડા બઝાર શહિદ ભવન વિસ્‍તાર, નડિયાદ શહેરના દત્તપાર્ક સોસાયટી પીજ રોડ વિસ્‍તાર, નડિયાદ શહેરના ગુરૂનાનક નગર ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે જવાહર નગર વિસ્‍તાર, કપડવંજ શહેરના ફાયર સ્‍ટેશન કવાર્ટર વિસ્‍તાર અને કપડવંજ શહેરના જીનવાલ સોસાયટી વિસ્‍તારને કોવિડ-૧૯ કન્‍ટેઇનમેન્‍ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. આ વિસ્‍તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યાં છે. આ વિસ્‍તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્‍યક ચીજવસ્‍તુઓ તંત્ર દ્વારા હોમ ડિલીવરીથી પૂરી પાડવામાં આવશે.  આ વિસ્‍તારના એન્‍ટ્રી અને એક્ઝિટ પોઇન્‍ટ પર થર્મલ સ્‍ક્રીનિંગ કરવાનું રહેશે. આ વિસ્‍તારને આવરી લેતાં મુખ્‍ય માર્ગો પર ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવવાનો રહેશે. આવશ્‍યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્‍યવસ્‍થા સંબંધિત ફરજાે) અને સરકારી વ્‍યવસ્‍થાપનની સાતત્‍યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસતિની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવ્યું છે.   

આ હુકમના ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર સામે નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્ટની કલમ - ૫૧થી ૫૮ તથા ભારતીય ફોજદારી કાર્યરીતે અધિનિયમ - ૧૯૭૩ (સને ૧૮૬૦ નો અધિનિયમ-૪૫)ની કલમ - ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્‍વયે ખેડા જિલ્‍લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકથી હેડ કોન્‍સ્‍ટેબલ સુધીનો હોદૃો ધરાવનાર તમામ અધિકારી / કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સાથે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યાં છે.

હલધરવાસ, જલોયા વિસ્તારો પણ કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર

મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ગામના ઝંડા ચોક વિસ્‍તાર, કપડવંજ તાલુકાના જલોયા ગામના વાળંદવાળી ખડકી વિસ્‍તાર, નડિયાદ શહેરના મોગા પારેખ પોળ ખારા કૂવા વિસ્‍તાર, વસો તાલુકાના પલાણા ગામના કુબેર નગર સોસાયટી બસ સ્‍ટેન્‍ડ સામે વિસ્‍તાર, ઠાસરા તાલુકાના ડાકોર શહેરના ગોકુલનગર સોસાયટી વિસ્‍તાર, નડિયાદ શહેરના મધુપુરી એપાર્ટમેન્‍ટ કીડની હોસ્પિટલ પાસે વિસ્‍તાર, નડિયાદ શહેરના યશસ્‍વી ફ્લેટ આયુર્વેદ કોલજ સામે વિસ્‍તારને કોવિડ-૧૯ કન્‍ટેઇનમેન્‍ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવે છે.

માતર, અરેરા, ડાકોર, ચકલાસી, સેવાલિયા, વડતાલ ગામના વિસ્‍તારો કન્‍ટેન્‍ટમેન્‍ટ ઝોન જાહેર

નડિયાદ તાલુકાના અરેરા ગામના સુંદરસીમ વિસ્‍તાર, માતર શહેરના દેસાઇપોળ વિસ્‍તાર, ઠાસરા તાલુકાના ડાકોર શહેરના ખેડા વાડાની ખડકી વિસ્‍તાર, નડિયાદ તાલુકાના ચકલાસી શહેરના ચકલાસી માડી વગો બજાર વિસ્‍તાર, ઠાસરા તાલુકાના ડાકોર શહેરના પંડ્યા પોળ લક્ષ્‍મી મંદિર પાસે વિસ્‍તાર, વસો તાલુકાના પલાણા ગામના ભાઇ કાકાની પોળ વિસ્‍તાર, ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામના મઢવાળંુ ફળીયું, પરબડી સામે વિસ્‍તાર, નડિયાદ શહેરના કૃષ્‍ણજીવન સોસાયટી મરીડા રોડ વિસ્‍તાર, અશોનગર સોસાયટી સ્‍ટેશન રોડ વિસ્‍તાર, નડિયાદ તાલુકાના વડતાલ ગામના સ્‍વામીનારાયણ મંદિર ધર્મશાળા વિસ્‍તાર તથા ગળતેશ્વર તાલુકાના સોનીપુર ગામના પીપળીયા વિસ્‍તારને કોવિડ-૧૯ કન્‍ટેઇનમેન્‍ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવે છે.