વડોદરા, તા.૧૭

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તથા દંડક અને પક્ષના નેતાની સાથોસાથ આ પાંચે પાંચ હોદ્દાઓને માટે આઠ તાલુકા પંચાયતમાં પણ વરણી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપના અગ્રણીઓ સાથે ૧૪મીના રોજ યોજાયેલ મેરેથોન બેઠકો પછીથી બંધ કવરમાં પક્ષ દ્વારા વહીપ આપવામાં આવ્યા હતા.જેના આધારે આજે આ વહીપ વડોદરા જિલ્લા ભાજપના અધ્યક્ષ અશ્વિન પટેલ દ્વારા જારી કરવામાં આવ્યો હતો.તેમજ તમામ આઠ તાલુકાઓ અને જિલ્લા પંચાયતના હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ નિમણૂકો થતા કાર્યકરોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. તેમજ હારતોરા કરીને અને આતશબાજી કરીને વિજયને વધાવવામાં આવ્યો હતો. આ જાહેરાતમાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખપદે અશોકભાઈ રાવજીભાઈ પટેલની અને ઉપપ્રમુખપદે મોહનસિંહજી છોટાભાઈ પરમારની વરણી કરવામાં આવી છે. જયારે વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખપદે સંજયકુમાર રાવજીભાઈ પટેલ અને ઉપપ્રમુખપદે રાજેન્દ્રસિંહ મંગલસિંહ ગોહિલની વરણી કરાઈ છે. એ સિવાય ડેસર તાલુકા પંચાયતમાં પ્રમુખપદે શ્રીમતી નીરુબેન મુળજીભાઈ વસાવા અને ઉપપ્રમુખપદે રાજદીપસિંહજી રામસિંહ પરમાર, સાવલી તાલુકા પંચાયતમાં પ્રમુખપદે કિરીટભાઈ નરહરીભાઈ બારોટ અને ઉપપ્રમુખપદે શ્રીમતી રેખાબેન ધર્મેન્દ્રસિંહ સોલંકી, વાઘોડિયા તાલુકા પંચાયતમાં પ્રમુખપદે ચંપાબેન ગણેશભાઈ વણકર અને ઉપપ્રમુખપદે શાંતિલાલ નારાયણભાઈ રબારી, ડભોઇ તાલુકા પંચાયતમાં પ્રમુખપદે લોપાબેન નિરવકુમાર પટેલ અને ઉપપ્રમુખપદે યજ્ઞેષચંદ્ર રવિદાસ ઠાકોર, પાદરા તાલુકા પંચાયતમાં પ્રમુખપદે શૈલેન્દ્રસિંહ અરવિંદસિંહ વાઘેલા અને ઉપપ્રમુખપદે શ્રીમતી ઉષાબેન ઠાકોરભાઈ ચૌહાણ, કરજણ તાલુકા પંચાયતમાં પ્રમુખપદે શ્રીમતી કામીક્ષાબેન અલ્કેશકુમાર પટેલ અને ઉપપ્રમુખપદે શ્રીમતી બિનીતાબેન ધર્મેશભાઈ પટેલ તથા શિનોર તાલુકા પંચાયતના પ્રમુખપદે સચિનકુમાર ગોપાલભાઈ પટેલ અને ઉપપ્રમુખપદે નિરૂપાલસિંહ દેવેન્દ્રસિંહ માંગરોલાની વરણી કરવામાં આવી છે.

વડોદરા જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતમાં ભાજપ દ્વારા જ્યાજ્યા સામાન્ય બેઠક પર વહીપ આપવામાં આવ્યો છે. એ તમામ બેઠકોમાં ઉચ્ચ હોદ્દા પર પાટીદારોની બોલબાલા રહેવા પામી છે. ખાસ કરીને વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખપદે પાટીદાર અશોક પટેલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા ,ડભોઇ,શિનોર અને કરજણ તાલુકા પંચાયતોના પ્રમુખપદે પણ પાટીદારોની વરણી કરવામાં આવી છે. જેને લઈને જિલ્લા પંચાયત ઉપરાંત આઠ પૈકી ચાર એટલે કે અડધો અડધ તાલુકા પંચાયતોના પ્રમુખપદે પાટીદારની વરણી કરવામાં આવી છે. જેને લઈને એવી ચર્ચાઓ ચાલી રહી છે કે પાટીદાર જિલ્લા અધ્યક્ષના શાસનમાં પાટીદાર હોદ્દેદારોની બોલબાલા રહેવા પામી છે. જે ચાર તાલુકા પંચાયતમાં અન્ય પ્રમુખપદે છે.એમાં પ્રમુખની સીટ ઓબીસી કે એસસી.એસટી માટે રિઝર્વ હોવાથી પાટીદારની નિમણુંક કરી શકાય નથી.પરંતુ પાંચ પ્રમુખ હોદ્દેદારોમાં પાટીદારની નિમણુંક આપીને બેક સીટ ડ્રાંઇવિંગ પાટીદારોના હાથમાં જ રખાયું હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે.

જિલ્લા-તાલુકા પંચાયતોના હોદ્દેદારોની વરણીમાં ધારાસભ્યોનો હાથ પણ ઉપર રહ્યો

વડોદરા જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતોમાં જે જે હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. એમાં જે તે તાલુકાના એધારાસભ્યનાં અંગત મનાતા વ્યક્તિઓની જ પ્રમુખ,ઉપપ્રમુખ,કારોબારી ચેરમેન, પક્ષનાં નેતા અને દંડકના હોદ્દાઓ પર વરણી કરવામાં આવી છે.એ જાેતા એવી પણ ચર્ચાઓ પક્ષના આંતરિક વર્તુળોમાં ચાલી છે કે જિલ્લા અને તાલુકા પંચાયતોના હોદ્દેદારોની વરણીમા ધારાસભ્યોનો હાથ પણ ઉપર રહ્યો છે. જેને લઈને નિમણુંકો સામે કોઈપણ પ્રકારનો ઉહાપોહ થવા પામ્યો નથી.

વડોદરા જિ.પં. અને આઠ તા.પં.ના હોદ્દેદારો

વડોદરા જિલ્લા પંચાયત

• અશોકભાઈ રાવજીભાઈ પટેલ, પ્રમુખ

• મોહનસિંહ છોટાભાઈ પરમાર, ઉપપ્રમુખ

• રાજેન્દ્રકુમાર મનુભાઈ પટેલ, કારોબારી ચેરમેન

• સુધાબેન કમલેશભાઈ પરમાર, પક્ષના નેતા

• મથુરભાઈ લખુભાઈ રાઠોડિયા, દંડક

ડેસર તાલુકા પંચાયત

• નીરુબેન મૂલજીભાઈ વસાવા, પ્રમુખ

• રાજદીપસિંહ રામસિંહ પરમાર, ઉપપ્રમુખ

• મયંકભાઈ ભાઈલાલભાઈ પટેલ, કારોબારી ચેરમેન

• પૂનમભાઈ જેઠાભાઈ સોલંકી, પક્ષના નેતા

• શોભનાબેન ઈન્દ્રજિતસિંહ સોલંકી, દંડક

સાવલી તાલુકા પંચાયત

• કિરીટભાઈ નરહરિભાઈ બારોટ, પ્રમુખ

• રેખાબેન ધર્મેન્દ્રસિંહ સોલંકી, ઉપપ્રમુખ

• અભિરાજસિંહ અરવિંદસિંહ વાઘેલા, કારોબારી ચેરમેન

• વિપુલકુમાર મુકુંદભાઈ પટેલ, પક્ષના નેતા

• અર્જુનસિંહ માનસિંહ પરમાર, દંડક

વડોદરા તાલુકા પંચાયત

• સંજયકુમાર રાવજીભાઈ પટેલ, પ્રમુખ

• રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ, ઉપપ્રમુખ

• કલ્પેશભાઈ કેશવલાલ ઠાકોર, કારોબારી ચેરમેન

• યોગેન્દ્રસિંહ સામતસિંહ બારોટ, પક્ષના નેતા

• જયંતીભાઈ ગોરધનભાઈ પરમાર, દંડક

વાઘોડિયા તાલુકા પંચાયત

• ચંપાબેન ગણેશભાઈ વણકર, પ્રમુખ

• શાંતિલાલ નારણભાઈ રબારી, ઉપપ્રમુખ

• જિતેન્દ્રકુમાર બાલુભાઈ પટેલ, કારોબારી ચેરમેન

• વનરાજસિંહ કરણસિંહ ચૌહાણ, પક્ષના નેતા

• સોનલબેન પટેલ, દંડક

ડભોઈ તાલુકા પંચાયત

• લોપાબેન નીરવકુમાર પટેલ, પ્રમુખ

• યજ્ઞેશચંદ્ર રવિદાસ ઠાકોર, ઉપપ્રમુખ

• ઉર્વશીબેન કિર્તેશભાઈ પટેલ, કારોબારી ચેરમેન

• પ્રેરણાબેન દીક્ષિતકુમાર બારોટ, પક્ષના નેતા

• છાયાબેન ચેતનકુમાર સોની, દંડક

પાદરા તાલુકા પંચાયત

• શૈલેન્દ્રસિંહ અરવિંદસિંહ વાઘેલા, પ્રમુખ

• ઉષાબેન ઠાકોરભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ

• હરેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, કારોબારી ચેરમેન

• ઉમેશભાઈ ફુલાભાઈ દેસાઈ, પક્ષના નેતા

• પ્રદીપસિંહ મહેન્દ્રભાઈ જાદવ, દંડક

કરજણ તાલુકા પંચાયત

• કામીક્ષાબેન અલ્કેશકુમાર પટેલ, પ્રમુખ

• બિનીતાબેન ધર્મેશભાઈ પટેલ, ઉપપ્રમુખ

• રોહનકુમાર કાંતિભાઈ પટેલ, કારોબારી ચેરમેન

• ભવાનીસિંહ રણમલસિંહજી પઢિયાર, પક્ષના નેતા

• રમેશભાઈ ગણપતભાઈ વસાવા, દંડક

શિનોર તાલુકા પંચાયત

• સચિનકુમાર ગોપાલભાઈ પટેલ, પ્રમુખ

• નિરૂપાલસિંહ દેવેન્દ્રસિંહ માંગરોલા, ઉપપ્રમુખ

• પ્રિયલબેન પ્રિતેશભાઈ પટેલ, કારોબારી ચેરમેન

• હિતેશભાઈ હર્ષદભાઈ જયસ્વાલ, પક્ષના નેતા

• રાજેશભાઈ મગનભાઈ પટેલ, દંડક