સુરત-

દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈને વયોવૃદ્ધ માતાની તબિયત સારી ન હોવાથી 14 દિવસના ફર્લો મળ્યા છે. આજે નારાયણ સાંઈ લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યાં તેણે લોકોને ભીડ ભાડ ન કરવા અને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા અપીલ કરી હતી. દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા નારાયણ સાંઈએ વયોવૃદ્ધ માતાની તબિયત સારી ન હોવાથી ફર્લો માટે અરજી કરી હતી. આખરે નારાયણ સાંઈને 7 વર્ષ બાદ 14 દિવસના ફર્લો

મંજુર થયા છે. આજે નારાયણ સાંઈને પોલીસ જાપ્તા સાથે લાજપોર જેલમાંથી અમદવાદ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેણે લોકોને ભીડભાડ ન કરવા અને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે હું કોર્ટનું સન્માન કરું છું. નારાયણ તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે તેની માતાની તબિયત નાદુરસ્ત છે. માતાને અગાઉ હાર્ટ એટેક આવી ચુક્યો છે. માતાનું હૃદય માત્ર 40 ટકા જ કામ કરે છે. સાથે તેણે પિતા આસારામને પણ મળવાની ઈચ્છા જાહેર કરી હતી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને 5000 હજાર રૂપિયાનો પર્સનલ બોન્ડ જેલ સત્તાધીશો સમક્ષ જમા કરાવવાનો આદેશ કરી ફર્લો મંજૂર કર્યા હતા.