વોશ્ગિટંન-

પૃથ્વીથી 200 માઇલ ઊંચે અવકાશમાંથી નાસાની અવકાશયાત્રી કેટે રુબીન્સ મતદાન કરવાની છે. કેટેએ જણાવ્યું હતું કે મને લાગે છે કે દરેક નાગરિકે મતદાન કરવું જાેઇએ. જાે અમે અવકાશમાંથી મતદાન કરી શકીએ, તો પૃથ્વી પરથી તો લોકો કરી જ શકે. 

અમારી લોકશાહીમાં ભાગ લેવો મહત્ત્વની બાબત છે. અવકાશમાંથી મતદાન કરવાની બાબતનું ગૌરવ અમે અનુભવીએ છીએ. કેટે હાલ રશિયાના મોસ્કોની બહાર સ્ટાર સિટિમાં અન્ય બે અવકાશયાત્રી સાથે તાલીમ લઇ રહી છે. તેઓ ઑક્ટોબરના મધ્યમાં અવકાશભણી પ્રયાણ કરશે અને ત્યાં તેઓ છ મહિના જેટલો સમય પરિક્ષણ માટે ગાળશે. 

મોટાભાગના અમેરિકાના અવકાશયાત્રીઓ હ્ય્šસ્ટનમાં રહે છે અને ટેક્સાસનો કાયદો એમને અવકાશમાંથી સેક્યોર ઇલેક્ટ્રોનિક બેલોટ દ્વારા મતદાન કરવાની પરવાનગી આપે છે. મિશન ક્ધટ્રોલ બેલોટને સ્પેસ સ્ટેશન પર મોકલે છે અને અવકાશયાત્રી પોતાનો મત આપે એટલે એ પાછો મતગણતરી કરતા કલર્ક સુધી પહોંચાડે છે. આ અગાઉ પણ નાસાના અવકાશયાત્રીએ મતદાન કર્યું છે. કેટે અને શાને કિમબ્રોએ અગાઉ પણ અવકાશમાંથી મતદાન કર્યું હતું.