વડોદરા : શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા પરિણીત યુવક દ્વારા અમિતનગર સોસાયટીમાં જ રહેતી યુવતીને બીભત્સ મેસેજાે કરવામાં આવતાં હોવા ઉપરાંત નિવૃત્ત પોલીસ અધિકારીના આ છેલબટાઉ પરિણીત પુત્ર દ્વારા સોસાયટીમાં આતંક અને ભયનું વાતાવરણ ફેલાવાતું હોવાની રજૂઆત આજે સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકે યુવતીએ કરતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રૂપિયા અને સત્તાના મદમાં છકી ગયેલા અમિતનગર ખાતે રહેતા સ્નેહલ જાેશી ઉર્ફે સ્કેટ પોતે નિવૃત્ત ડીવાયએસપીનો પુત્ર છે અને સોસાયટીમાં જ રહેતી એક યુવતીને છેલ્લાં પાંચ વર્ષથી ફેસબુક અને વોટ્‌સએપ ઉપર બીભત્સ મેસેજ કરતો હતો. આ અંગે માતા-પિતા દ્વારા રજૂઆત કરવામાં આવે તો ગંદી ગાળો બોલી બીભત્સ વર્તન કરતો હતો. અગાઉ ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયાને પણ આ માથાભારે યુવક મેસેજ કરી ધમકીઓ આપી ચૂકયો છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં રજૂઆત માટે સામાજિક કાર્યકર સીમા રાઠોડ સાથે યુવતી અને સોસાયટીના અન્ય રહીશોએ માથાભારે સ્નેહલ જાેશી ઉર્ફે સ્કેટની કરતૂતોના પુરાવા આપ્યા હતા, જેમાં બીભત્સ મેસેજાે ઉપરાંત પથ્થરો અને એરગનથી સોસાયટીમાં રખડતા કૂતરાઓ ઉપર હુમલો પણ કરતો હોવાના વીડિયો રજૂ કર્યા છે. સ્કેટ વિરુદ્ધ સાયબર ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત હરણી પોલીસ મથકે પણ ફરિયાદ આપવામાં આવી હોવાનું યુવતીએ જણાવ્યું છે. હવે જાેવું એ રહ્યું કે પોલીસ આ યુવક સામે કડક પગલાં ભરે છે કે નહીં?